શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (12:46 IST)

ભાજપના પૂર્વ ધારાસભ્યએ એક્ટિવિસ્ટને ધમકી આપી, અગાઉ પણ તેમના વિવાદો હતાં

દ્વારકાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.પબુભા માણેકની એક વીડિયો ક્લિપ અને એક ઓડીયો ક્લિપ બહાર આવી છે, જેમાં જાહેર મંચ પરથી આરટીઆઇ કરી માહિતી માંગનારાઓને ગર્ભિત ધમકી આપી સુધરી જવા અન્યથા ત્રીજુ નેત્ર ખોલવું પડશે તેવું કહેતા સાંભળવા મળે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે પણ પબુભાએ જાહેર મંચ પરથી ભાષણ આપતા પિતો ગુમાવ્યો હતો અને આને ઉપાડી લો અને બે નાંખો કહેતા વિવાદ સર્જાયો હતો. હવે ફરી એક વખત આરટીઆઇ એક્ટીવીસ્ટોને ધમકાવતા હોય તેવા સૂરમાં તેઓએ કહ્યું હતુ કે, તમે ગમે તેટલી માહિતી માંગો કે માથા પછાડો તમારા બાપથી’યે કાંઇ થવાનું નથી તેવી ગર્ભિત ધમકી આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દ્વારકાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આરટીઆઇ કરી માહિતી માંગનારાઓને જાહેર મંચ પરથી ધમકી આપતા હોવાની વીડિયો ક્લિપ બહાર આવતા ભારે ચર્ચા જાગી છે.