ભૂજમાં બ્લુ વહેલ ગેમનો આતંક ધોરણ-૧૦ની દસ વિદ્યાર્થિનીઓ લોહી લુહાણ

શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:12 IST)

Widgets Magazine


ઉપર રાજ્યવ્યાપી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે છતાં ચૂપકીદીથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઘાતક ગેમ રમી રહ્યા છે. ભૂજની ખ્યાતનામ સ્કૂલમાં એક સાથે ૧૦ વિદ્યાર્થિનીઓએ હાથ-પગમાં કાપા મારી ગેમનો અખતરો કર્યો હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવતા સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ નામનીમોબાઈલ ગેમમાં ફસાઈને મોતને ભેટયા હોવાના દાખલા તાજા જ છે ત્યાં ભૂજની જાણીતી શાળામાં ૧૦માં ધોરણની દસેક વિદ્યાર્થિનીઓએ હાથ-પગમાં બ્લેડના કાપા માર્યા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો

. ચિંતિત બનેલા શાળાના સંચાલકોએ તાત્કાલિક વાલીઓને તેની જાણ કરતાં દોડધામ મચી હતી. આ વિદ્યાર્થિનીએાએ ચારેક દિવસના ગાળામાં હાથ-પગમાં બ્લેડથી ચામડી ચીરીને અલગ-અલગ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ છોકરીઓએ શાળામાં પેન્સિલની અણી કાઢવા માટે વપરાતા શાર્પનરની બ્લેડનો ઉપયોગ કર્યો હતો. એક છોકરીના હાથમાં કાપા જોઈને વર્ગ શિક્ષિકાએ જ્યારે પૂછયું તો તેણે છુપાવવાની કોશિશ કરી હતી. શિક્ષિકાઓને દાળમાં કંઈક કાળું લાગતાં વારંવાર પૂછવાનો પ્રયાસ કર્યો તો એક નહીં ૧૦ છોકરીઓના હાથમાં આવા નિશાન હતા અને ચાર છોકરીઓએ તો આજે જ ચીરા પાડતાં લોહી નીકળ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. તો એક છોકરીએ પગની પેનીમાં કાપા પાડીને નિશાન બનાવ્યા હતાં. શિક્ષિકાઓને વાત ગંભીર લાગતા પ્રિન્સિપાલને જાણ કરાઈ અને તુરંત પ્રિન્સિપાલે આ દશેય વિદ્યાર્થિનીઓને બોલાવી પૂછપરછ કરી, એટલું જ નહીં તાબડતોબ વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. આ અંગે શાળાની આચાર્યાનો સંપર્ક સાધતાં તેમણે હકીકતને સમર્થન આપ્યું અને કહ્યું કે, પરિપકવતનો અભાવ હોય કે દેખાદેખી હોઈ શકે. એટલે હજુ સાચું કારણ સામે આવ્યું નથી. પરંતુ નાદાનીમાં આવું કરી નાખ્યું હોઈ શકે એટલે અમે વાલીઓને જાણ કરીને તેમને છાત્રાઓ પર ધ્યાન આપવાનું જણાવ્યું છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભૂજ બ્લુ વહેલ ગેમ લોહી લુહાણ ધોરણ-૧૦ની દસ વિદ્યાર્થિની Blade-marks 10-girls-in-fear-of-blue-whale

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મુખ્યપ્રધાન રૂપાણીએ ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર સમિટનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમાજ સેવાથી રાષ્ટ્રસેવા દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ ...

news

મને ટારગેટ કરવાનો પ્રયાસ ન કરે મોદી - જીગ્નેશ મેવાણીની દિલ્હીમાં પ્રેસ કોંફરેંસ

ભીમા-કોરેગાવમાં થયેલી હિંસાનો મુદ્દો સતત ગરમાય રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતથી લઈને ...

news

ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનિતિ ઘડી કાઢી

ગુજરાતમાં વિધાન-સભાની ચૂંટણી બાદ આગામી દિવસોમાં આવી રહેલી ૭૫ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત ...

news

ગુજરાતમાં ભાષાનીતિ તૈયાર કરવામાં આવશે: વિજય રૂપાણી

ગુજરાતી ભાષાની મહત્તા અને ગૌરવ - સન્માન વધારવા હેતુ રાજ્યમાં ભાષાનીતિ તૈયાર કરવાની નેમ ...

Widgets Magazine