સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત: , શનિવાર, 16 માર્ચ 2024 (13:18 IST)

પિતાની અંતિમ વિધિ બાદ આપી બોર્ડની પરીક્ષા

board exam
board exam
રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પરીક્ષા આપી રહ્યાં છે, ત્યારે આજે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. પિતાના મોત બાદ અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી ભાઈ-બહેને અશ્રુભરી આંખો સાથે હિંમતભેર બોર્ડની પરીક્ષા આપી હોવાનો પ્રેરણાદાયક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.  
 
પિતા પ્રકાશભાઈ કદમ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે પરિવાર આ ઘટનાથી હચમચી ગયું હતું. બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી ભાઈ-બહેન પર આભ તૂટી પડ્યું હતું. પરંતું સુરતના દીકરા દીકરીએ અગ્નિ પરીક્ષા પાર પાડી હતી. પિતાના અવસાનની અંતિમ વિધિ પતાવી આપી બોર્ડની પરીક્ષા આપવા નીકળ્યા હતા. અશ્રુભીની આંખે દીકરીએ પરીક્ષા આપી પરીક્ષાધર્મ નિભાવ્યો હતો. 
 
બીજા દિવસે અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા પાલ ગામની ભૂલકા વિહાર શાળામાં પહોંચતા શાળાના સૌ શિક્ષકો પણ વિદ્યાર્થીનીની હિંમતને આશ્રુભીની આંખે બિરદાવી હતી. આ અંગે ભૂલકા વિહાર શાળાના આચાર્ય મીતા વકીલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીની ના ભાઈ નો સવારના અમારા ક્લાર્ક પર ફોન આવ્યો હતો. પિતાના અવસાન થયા બાદ આજે સવારે અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પરીક્ષા આપવા આવે તો કેટલો સમય મોડું ચાલે તે માટે ફોન આવ્યો હતો. જેથી શાળા દ્વારા તેને 10:30 સુધીનો સમય આપ્યો હતો. જોકે વિદ્યાર્થીને તેના મામા સાથે સમયસર પહોંચી ગઈ હતી. જે રીતે વિદ્યાર્થીને પરીક્ષા આપી છે તેની હિંમત ને જોઈ શાળાના સૌ કોઈ શિક્ષકો સલામ કરી રહ્યા છે. વિદ્યાર્થીની સાથે બનેલી ઘટના અંગે તે જે શાળામાં ભણતી હતી તે એલ પી સવાણી શાળાના શિક્ષકોને પણ જાણ થતા તેઓ વિદ્યાર્થીનીના બોર્ડના પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા હતા. પરીક્ષા આપ્યા બાદ તેઓ વિદ્યાર્થીને મળ્યા હતા. અને ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.