અમદાવાદના ઓઢવમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, 4 લોકોને બચાવાયા, 5 દબાયા હોવાની આશકા
:
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસની બિલ્ડીંગનો ભાગ ઘરાશાયી થયો છે. ગુરૂદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ત્યાં દોડી છે અને રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું છે.. ત્રણ માળની બે બિલ્ડિંગ ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર વધારે લોકો પણ હોઈ શકે છે. અમદાવાદના ઓઢવમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં તિરાડ પડી ગઈ હોવાથી તેને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આજે સવારે એએમસીના કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવાયું હતું. તેમ છતાં અનેક લોકો તેમાંથી બહાર નીકળ્યા નહોતા.
અમદાવાદના ઓઢવમાં 4 માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગુરૂદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ત્યાં દોડી છે અને રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. તેમ છતાયે કેટલાક લોકો હજી કાટમાળ નીચે દબાયેલા છે. જેમને બચાવી લેવાની કામગીરી ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 10 લોકો દટાયા હોવાની આશંકા છે. જ્યારે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર વધારે લોકો પણ હોઈ શકે છે. અમદાવાદના ઓઢવમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
જાણવા મળ્યા પ્રમાણે આ બિલ્ડિંગ 40-50 વર્ષ કરતા પણ વધારે જુનું હોવાની માહિતી બહાર આવી છે. પહેલાથી જ તેમા તિરાડો હતી. દિવસ દરમિયાન વરસાદ પડતા બિલ્ડિંગ પોલાણ થયું હતું. આ પહેલા પણ વરસાદ પડતા એએમસીના અધિકારીઓએ નોટિસ આપી હતી. તેમ છતાં અનેક લોકો તેમાંથી બહાર નીકળ્યા નહોતા. પરિણામે આજે સાંજના સમયે જ દુર્ઘટના સર્જાઈ હતી.