ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (18:12 IST)

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિરૂદ્ધ કરવામાં આવેલી ખેડૂતોની અરજીને હાઇકોર્ટે ફગાવી, ખેડૂતો ખખડાવશે સુપ્રીમ કોર્ટના દ્વાર

વડાપ્રધાન નરેંદ્ર મોદીના મહાત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રસ્તો સાફ થઇ ગયો છે. ગુજરાત હાઇકોર્ટે ગુરૂવારે ખેડૂતોની અરજીને નકારી કાઢી છે. ખેડૂતોની માંગણી છે કે તેમની જમીનનું  વળતર માર્કેટ અનુસાર આપવામાં આવે, ના કે સરકારના દર અનુસાર. ખેડૂતોની આ માંગને હાઇકોર્ટે નકારી કાઢી છે. હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ 1.08 લાખ કરોડ રૂપિયાના મહાત્વાકાંક્ષી હાઇ-સ્પીડ પ્રોજેક્ટનો શિલાન્યાસ રાખ્યો હતો.  
 
રેલવેએ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથલ (એનએટીએમ)નો ઉપયોગ કરી મુંબઇના બાંદ્વા-કુર્લા કોમ્પ્લેક્સ અને મહારાષ્ટ્રમાં શિલ્ફાટા વચ્ચે ડબલ લાઇન હાઇ સ્પીડ 
રેલવેની ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિત ટનલિંગ કાર્યો માટે અરજીઓ મંગાવી છે. ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે. જે મુજબ હાલમાં 2600 જેટલા પ્લોટ મેળવી લેવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં પુરો કરવાનો ટાર્ગેટ છે. 
મહારાષ્ટ્રમાં બોઇસર અને બાંદ્વા-કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે 21 કિલોમીટર લાંબી સુંદર ખોદવામાં આવશે, જેનો સાત કિલોમીટર ભાગ સમુદ્વની અંદર હશે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર સ્થિત જરોલી ગામ અને 
ગુજરાતમાં વડોદરા નજીક 237 કિલોમીટર લાંબા રેલ લાઇન કોરીડોરનું ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિત સિવિલ અને બિલ્ડિંગ કાર્યોના ડિઝાઇન અને નિર્માણ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાતના વાપી, બિલીમોરા, સુરત અને ભરૂચમાં પણ સ્ટેશનોના નિર્માણ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનના સાબરમતી હબનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે. 
ખેડૂતો એ જમીન સંપાદન મામલે એવો આક્ષેપ કર્યો છે કે 2011માં નક્કી કરેલી જંત્રી પ્રમાણે નહીં પરંતુ અમને આજે જમીનના જે ભાવ હોય તે ભાવ આપો અને વળતરની રકમ કેન્દ્ર સરકારની જમીન સંપાદન મુજબ ચુકવો. રાજ્ય સરકારના જમીનના સંપાદન અનુસાર ખેડૂતોને વળતર ઓછુ મળે છે.  તેમને જમીન અધિગ્રહણ કાયદો-2013 હેઠળ જણાવવામાં આવેલાં પુનઃસ્થાપન તથા પુનઃવસવાટ માટે પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. NHAI દ્વારા હાઈવે માટે, રેલવે દ્વારા ફ્રૅઇટ કૉરિડોર અને હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે તેમના વિસ્તારમાં ફળદ્રૂપ જમીનનું નિકંદન નીકળી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે.