સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (11:45 IST)

લીંબડી- અમદાવાદ હાઇવે પર મુંબઈથી પોરબંદર જતી બસ ટ્રક સાથે અથડાઈ, બેનાં મોત અને 30ને ઇજા પહોંચી

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કાનપરા ગામનાં પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે કાળનો કોળીયો બને છે. આવો જ એક ગોઝારો અકસ્માત આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો હતો. જેમાં લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કાનપરા ગામનાં પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો.લીંબડી અમદાવાદ હાઇવે પર કાનપરા ગામનાં પાટીયા પાસે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરો આબાદ બચાવ થયો હતો. ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરો આબાદ બચાવ થયો હતો. મુંબઇથી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલિસ દ્વારા બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુન: ધમધમતો થયો હતો.