ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2017 (12:16 IST)

AMARNATH યાત્રાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 17ના મોત 25 ઘાયલ રાહતકાર્ય ચાલુ (VIDEO)

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને લઈને જઈ રહેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ થઈ છે. બસ ખાઈમાં પડી જતા 11 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બનિહાલ પાસે જમ્મુ અને કાશ્મીર હાઈવે પર થયો છે. જગ્યા રામબન જિલ્લા પાસે છે. આ અકસ્માતગ્રસ્ત બસમાં કેટલા લોકો સવાર હતા અને હાલ શું સ્થિતિ છે તે સ્પષ્ટ થયું નથી. બસ જમ્મુથી પહેલગામ જઈ રહી હતી. પોલીસ અને રામબન પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આ અગાઉ સોમવારે રાજ્યના અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓ ભરેલી બસ પર આતંકી હુમલો થયો હતો જેમાં 8 શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યાં હતાં.
 
જે બસ પર આતંકી હુમલો થયો હતો તે ગુજરાતની બસ હતી. મોટા ભાગના યાત્રાળુઓ ગુજરાતના હતાં. ડ્રાઈવર સલીમની હોશિયારીના કારણે મોટી ખુવારી થતા બચી ગઈ. હુમલો થવા છતાં ડ્રાઈવરે સતત બસ ચલાવવાની ચાલુ રાખી હતી. જેના કારણે આતંકીઓના મનસૂબા સાકાર થઈ શક્યા નહતાં.
 
આ વખતની અમરનાથ યાત્રામાં આ બીજો મોટો કમનસીબ બનાવ બન્યો છે. હજી અમુક દિવસો પહેલાં જ અનંતનાગમાં ત્રાસવાદીઓએ કરેલા ગોળીબારમાં ગુજરાતનાં સાત અમરનાથ યાત્રીઓ માર્યા ગયા હતા. તે હુમલામાં ઘાયલ થયેલા લલિતા નામનાં એક 47 વર્ષીય મહિલા શ્રદ્ધાળુએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં દમ તોડતાં મરણાંક વધીને 8 થયો છે.