1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (13:16 IST)

સી આર પાટીલના ઘરે મંત્રીમંડળની ગોઠવણ

Bhupendra Patel
ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. બીજી તરફ આવતીકાલે મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ શકે છે, સી આર પાટીલના ઘરે મંત્રીમંડળની ગોઠવણ - સીએમની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક થશે. સીઆર પાટીલના ઘરે જમાવડો. 
નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ સીઆર પાટીલે આજે આગામી બે-ત્રણ દિવસ મંત્રીમંડળની શપથવિધિ થશેની જાહેરાત કરી હતી. બપોરે 2.20 વાગ્યે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક મળશે.