શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (19:03 IST)

ધોરણ 10-12 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કોર્ષમાં રાહત નહી

હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા CBSE બોર્ડે 30 ટકા કોર્ષ ઘટાડયો છે, પરંતુ CBSE બોર્ડની સ્કૂલો અન્ય દેશોમાં પણ આવેલી છે. જેથી અન્ય દેશોની સ્થિતિને લઈને પણ કોર્ષ ઘટાડયો છે, પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલો ગુજરાતમાં આવેલી છે અને ગુજરાતમાં રાબેતા મુજબ સ્કૂલો ચાલુ થઈ છે. પૂરો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જઈ રહ્યા છે જેથી કોર્ષ ઘટાડવાનો કોઈ પ્રશ્ન નથી. વિદ્યાર્થીઓએ 100 ટકા અભ્યાસક્રમ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.
 
ઉલ્લેખનીય છે કે સરકારે આ અંગેઅગાઉ જાહેરાત કરી જ હતી કે કોર્ષ નહીં ઘટે. અત્યારે સ્કૂલો સંપૂર્ણ ચાલી રહી છે, તો કોર્ષ શા માટે ઘટાડવામાં આવે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે જ લેવામાં આવશે. સ્કૂલમાં પ્રથમ પરીક્ષા પુરા અભ્યાસક્રમ પ્રમાણે લેવામાં આવી છે. કોર્ષ ઘટાડા અંગે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી અને કરવામાં પણ નહીં આવે.
 
મોટેભાગે એવુ માનવામાં આવે છે કે ગુજરાત બોર્ડ CBSE બોર્ડને અનુસરીને જ નિર્ણય છે. તેથી  જ્યારે CBSE બોર્ડે વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં 30 ટકા કોર્ષ ઘટાડયો હતો.તો ગુજરાત બોર્ડના 10 અને 12ના વિદ્યાર્થીઓને અને વાલીઓને એવુ હતુ કે  ગુજરાત બોર્ડમાં પણ કોર્ષ ઘટાડો થશે.  પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્ષ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્ષનાં અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.