ગુજરાતની ૧૨ મેડીકલ કોલેજોમાં વધુ ૭૦૦ સીટોની મળી મંજૂરી
ગુજરાતના તબીબી શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તબીબી વિદ્યાર્થીઓને વધુ તકો મળી રહે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે આર્થિક અનામત હેઠળ ૭૦૦ મેડીકલ બેઠકો પર મંજૂરી મળી હોવાનું નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.
ગુજરાતની ૧૨ મેડીકલ કોલેજો જેમાં અમદાવાદ, સુરત મ્યુ.કોર્પોરેશન સંચાલિત મેડીકલ કોલેજો, પાલનપુર, દાહોદ બ્રાઉન ફીલ્ડ હેલ્થ પોલિસી હેઠળની ૨ કોલેજો સહિત જી.એમ.ઇ.આર.એસ.ની ૮ મેડીકલ કોલેજોમાં રાજ્ય સરકારે EWS હેઠળ ૨૮ સીટોના વધારાની માંગણી કરી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ૨૮ ના બદલે દરેક કોલેજને ૫૦ બેઠકોની મંજૂરી આપી છે. અગાઉ રાજકોટ અને ભાવનગર સરકારી કોલેજોની વધારાની ૧૦૦ બેઠકો મંજૂર કરવામાં આવી હતી.
આમ ૭૦૦ સીટોની મંજૂરી સાથે ગુજરાતમાં મેડીકલ સીટોની સંખ્યા ૫૫૦૦ જેટલી થવા પામી છે. પરિણામે આવનાર દિવસોમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં તબીબો મળી રહે છે.