શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (12:50 IST)

સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસનો હાહાકાર, હિંમતનગર સિવિલમાં 5 બાળકોના મૃત્યુ

virus chandipura
virus chandipura
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જિલ્લામાં આ વાયરસનો આજે આઠમો શંકાસ્પદ કેસ નોંધાયો છે. પોશીના તાલુકાના નાડા ગામના ત્રણ વર્ષિય બાળકમાં તાવ અને બેભાન અવસ્થામાં હોય તેવા લક્ષણો જોવા મળ્યાં છે. બાળકને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલમાં PICUમાં દાખલ કરી દેવાયો છે. પોશીના તાલુકાના નાડા ગામનું 3 વર્ષીય બાળકને હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં દાખલ PICUમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી હતી.જે બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.  
 
ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો 
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 24 જૂનથી અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસના 8 કેસો નોંધાયા છે. જેમાં 2 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના બાળકોના કેસો આવ્યા હતા.જેમાંથી પાંચ બાળકોના મૃત્યુ થયા છે.વડાલીનાં નવા ચામુંમાં શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરમ વાયરસનાં લક્ષણો જોવા મળતા પરિવારજનો ચિંતાતુર બની જવા પામ્યા હતા. બાળકીને હિંમતનગર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. આ વધુ એક કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.ચાંદીપુરમ વાયરસનાં લક્ષણો બાબતે હિંમતનગર સિવિલના તબીબે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનાં પરિવારજનોનાં સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
 
ચાંદીપુરમ વાયરસના લક્ષણો શું છે
ચાંદીપુરમ વાયરસનાં કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલીક સારવાલ મળવી જરૂરી છે.ચાંદીપુરા વાયરસ આરએનએ વાયરસ છે. આ વાયરસ માદા ફ્લેબોટોમાઈન ફ્લાયથી ફેલાય છે. મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેજ તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.