સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2023 (10:24 IST)

રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

cm bhupendra
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા.   ૧૫/૦૪/૨૦૨૩થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. 
 
તદ્દઅનુસાર , રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી  આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રોપર્ટી ખરીદનાર, જમીન માલિકો તથા ખેડૂતો પર થનાર તેની અસરો વર્તાઈ છે. જેને પગલે નેશનલ રીયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ ટીમે ચર્ચા વિચારણા કરી અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત પણ કરી હતી. 
 
બિલ્ડર ગ્રુપની માંગ છે કે સરકારમાં જંત્રી નો વધારો તત્કાલ અમલ કરવાને બદલે 90 દિવસ પછી કરે અને જંત્રીમાં 100% વધારો કરવાને બદલે વધુમાં વધુ 50% વધારો કરવા અને વિશેષમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરવી અમલ લાવવા પણ રજૂઆત કરી હતી.