શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (16:41 IST)

ત્રાસવાદી હૂમલાની દહેશત વચ્ચે હળવદમાં શંકાસ્પદ પેરાશૂટ સહિત સર્કિટ તેમજ કેમેરો મળ્યાં

દેશ સહિત ગુજરાતમાં થોડા સમયથી દરિયાઈ માર્ગે ત્રાસવાદી હૂમલાની દહેશત હોવાનો રીપોર્ટ હતો પરંતુ એલર્ટના પગલે સઘન સુરક્ષા વધારાઈ દેવામાં આવી હતી. ધાંગધ્રા અને હળવદ તાલુકાનાં છેવાડાનાં ગામો ભારત – પાકિસ્તાનની સરહદથી તદન નજીક આવેલા છે. પેરાશૂટ સાથે બે મોટા થર્મોકોલ બોક્સ પણ જોવામા આવ્યા તે સાથે સાથે બોક્સમાં સર્કિટ તેમજ કેમરો પણ મળી આવ્યો હતો. પેરાશૂટ મળી આવતા ગામ અને આસપાસનાં વિસ્તારોમાં અફરા તફરી મચી હતી. મામલાની જાણ પોલીસને તાકીદે કરી દોવામા આવતા.

પોલીસ દ્વારા પ્રાથમીક તપાસ કરી હાલ પેરાશૂટ અને બોક્સ સહિતનો સામાન FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, FSLના રિપોર્ટ બાદ જ પેરાશૂટ અંગેની હકીકતો જાણી શકાશે. મહત્વનું છે કે, રાજ્યમાં આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. એવા સંજોગોમાં શંકાસ્પદ પેરાશૂટ મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના સરહદી વિસ્તારમાં આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. પોલીસ તેમજ મામલતદાર તંત્ર સહિતની સુરક્ષા એજન્સી દ્વારા આ મામલાને લઇને સતર્કતા વરતાઇ રહી છે.આપને જણાવી દઇએ કે પૂર્વે પણ ઉત્તર ગુજરાતનાં પાકિસ્તાની સરહદી વિસ્તારમાં નાની પેરાશૂટ સાથે બોક્સ મળી આવતા અફરાતફરી સર્જાઇ હતી. બાદમાં તપાસ કરતા જાણવા મળેલું હતું કે, આ હવામાન વિભાગ દ્વારા હવામાનની જાણકારી માટે હવામાં છોડવામાં આવ્યા હતા જેથી તંત્ર અને સ્થાનિકોને હાસકારો થયો હતો.