ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (14:36 IST)

CM ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી

CM Bhupendra Patel conducted a review of the performance of the Urban Development-Urban Housing Department
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની બેઠક ગાંધીનગરમાં યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. 
 
તેમણે નગરોમાં લાઇટ, પાણી, ગટર અને રસ્તા જેવા બેઝીક નીડ મૂળભૂત જરૂરિયાતના કામોની સ્થિતી અંગે જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે રૂ. ૧૩૪૯૨ કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે. તેની તેમજ રૂ. ૪૬૧૨ કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે. તેના કામોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી.
ભૂપેન્દ્ર પટેલ સમક્ષ શહેરી વિકાસ વિભાગની સર્વગ્રાહી કામગીરી, પ્રેઝન્ટેશન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરીએ કર્યુ હતું. રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા