ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 4 એપ્રિલ 2024 (15:32 IST)

કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી છેલ્લા દિવસે ખાનુ ખાલી તો નહીં જ રાખેઃ મંત્રી ઋષિકેશ પટેલ

Minister Rishikesh Patel
- ભાજપે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા
- કોંગ્રેસના હજી અમુક બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી
- કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી તેમજ છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે - ઋષિકેશ પટેલ

ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસના હજી અમુક બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર નથી કારાયા. આ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી તેમજ છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે ખાનું ખાલી નહીં રાખે તેમ જણાવ્યું હતુ. કોંગ્રેસમાં સશકત વિચારધારા અને વિચારશક્તિ નથી તેમ કહી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા.અત્યારે ચાલી રહેલા મોદી સાહેબના વંટોળમાં કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં. સશક્ત વિરોધ પક્ષ હોવો જોઈએ. સશક્ત વિચારધારા અને વિચારશક્તિ પણ હોવી જોઈએ જે કોંગ્રેસમાં નથી.
 
લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું
તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. ત્યાર બાદ ભાજપે આ ઉમેદવારોને પેટાચૂંટણીની ટીકિટ આપી હતી. ત્યારે હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કર્યાં નથી. લોકસભાની ચૂંટણીમાં આઠેક બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા નથી. અસંતોષ અને જૂથવાદમાં કોંગ્રેસ કોને ટિકિટ આપવી એની અસમંજસમાં છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખુદ રાજકોટ જઈને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને સમજાવીને આવ્યા હતાં અને એના દસેક દિવસમાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો હતો. હજી ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ નજીક નથી આવી પણ કોંગ્રેસમાં કોકડું ગૂંચવાતા કાર્યકરો પણ મુંઝાઈ ગયાં છે.