મોદી થાય પેશ, સંકટમાં છે દેશ’ ની થીમ ઉપર કોંગ્રેસના કાર્યકરોએ મોદીના માસ્કને થપ્પડો મારી

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (14:06 IST)

Widgets Magazine
congress


ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા ‘મોદી થાય પેશ, સંકટમાં છે દેશ’ ની થીમ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહોરું પહેરાવીને નકલી નરેન્દ્ર મોદીને જન વેદના પંચાયતમાં ઉપસ્થિત રખાયા હતા. જયાં નોટબંધી અને નલિયા કાંડ બાબતે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ત્યારે નકલી વડાપ્રધાન ઉત્તરો આપી શક્યા ન હતા. જેથી નગરજનો અને મહિલાઓ મોદી વિરોધી સૂત્રોચ્ચાર સાથે મંચ તરફ ધસી ગયા હતા અને તમચા ઝિંકયા હતાં. ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના પ્રજાજનોની ઉપસ્થિતિમાં આજે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. કૌશિક શાહ, પ્રદેશ પ્રવક્તા નિશિત વ્યાસ, વિક્રમસિંહ ખાચર, મુકેશ પટેલ, શૈલેન્દ્રસિંહ બિહોલા, ચિમનભાઈ વિંઝુડા,ભાનુમતિ રોહિત સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જન વેદના પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોદી થાય પેશ, સંકટમાં છે દેશની થીમ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ રજૂ કરાયો હતો. તેમાં મહિલા સશક્તિકરણની વાતો કરતા નરેન્દ્રભાઈને ગાંધીનગરની મહિલાઓએ પોતાના આગવા મિજાજમાં શક્તિ બતાવી હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક નલિયા કાંડ પર પ્રહાર કરતાં કોર્ટમાં હાજર થયો, ગણ્યાં ગાંઠ્યા પાટીદારોની ઉપસ્થિતી

પાસ નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ ચોથા ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો ...

news

પતિની પોર્ન જોવાની આદતથી કંટાળીને સુપ્રીમ કોર્ટ પહોંચી પત્ની, બોલી - બંધ થાય આવી સાઈટ્સ

મુંબઈની એક મહિલા પોતાના પતિની ટેવથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ...

news

ISRO ની સફળતા પર ચિઢાયુ ચીન, કરી આ કમેંટ...

ભારતના એક સાથે 104 સેટેલાઈટના સફળ ઉડાન પર એક બાજુ આખી દુનિયાની મીડિયા ઈસરોના વખાણના પુલ ...

news

દિલ્હી સીરિયલ બ્લાસ્ટમાં એક દસકા પછી આજે નિર્ણય, માર્યા ગયા હતા 60થી વધુ લોકો

. વર્ષ 2005માં થયેલ બહુચર્ચિત સરોજની નગર ધમાકાના મામલે પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ કોર્ટ ...

Widgets Magazine