બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 જૂન 2020 (15:47 IST)

કૉંગ્રેસના 7 ધારાસભ્યો ખેરવી ભાજપે ત્રણ બેઠક પર જીત નિશ્ચિત કરી

રાજ્યસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના સાત ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં  છે. આ રાજકીય ઉથલપાથલના કારણે હવે કૉંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. બીજી તરફ ભાજપ ત્રીજી બેઠક જીત હવે નિશ્ચિત થઈ ગઈ છે. રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 173 ધારાસભ્યો છે. સામા પક્ષે પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 34.6 મત મળે તો ઉમેદવાર જીતી શકે.રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 173 ધારાસભ્યો છે. પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 34.6 મત મળે તો ઉમેદવાર જીતી શકે.ભાજપના 3 ઉમેદવારે જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યા બળ છે. જો NCPના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104 પર પહોંચે, એટલે કે ભાજપે જીત હવે નિશ્ચિત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બંને ધારાસભ્યોના મત પણ ભાજપને મળશે.કોંગ્રેસ પાસે હાલ 66 ધારાસભ્યો છે. કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ પરંતુ તેની પાસે 66 મત છે. અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસને મત આપે તો પણ કોંગ્રેસને 3 મત ખૂટે છે. આ સંજોગોમાં સેકન્ડ પ્રેફરન્સના મતના આધારે નરહરી અમીન જીતી જાય, કેમ કે ભાજપ પાસે 103 ધારાસભ્યો છે, જ તમામ સેકન્ડ પ્રેફરન્સ નરહરી અમીનને જ આપે.19મી જૂનના રોજ યોજનાર રાજ્યસભાની ચૂંટણીમાં જે પાંચ ઉમેદવારો છેતેમાં ભાજપના અભય ભારદ્વાજ, રમિલા બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન મેદાનમાં છે. કૉંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ મેદાનમાં છે.
 
કૉંગ્રેસના સાત ધારાસભ્યોના રાજીનામાં
 
કરજણ : અક્ષય પટેલ
કપરાડા : જીતુ ચૌધરી
ધારી : જે.વી.કાકડિયા
લીંબડી : સોમા પટેલ
અબડાસા : પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડા : પ્રવિણ મારૂ
ડાંગ : મંગળ ગાવિત
 
ગુજરાત વિધાનસભાની સ્થિતિ :
 
બીજેપી : 103
કૉંગ્રેસ : 66
અપક્ષ : 1
એનસીપી : 1
બીટીપી : 2
કુલ : 173