શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (12:30 IST)

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો

મહીસાગર જિલ્લાાના ક્ડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે તથા રાજસ્થાનના બાંસવાડા ખાતેના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના પ્રવાહને લઈને કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગેની વિગતો આપતાં દિવડાકોલોની ફલ્ડ સેલના ઓપરેટર શૈલેષભાઇ ભોઇએ જણાવ્યું હતું કે, કડાણા બંધનું આજે તા. ૨૨/૯/૨૧ના રોજ બપોરના બે  વાગ્યા સુધીનું લેવલ ૪૦૭.૧૧ ફુટ થયું છે. 
 
ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ છે. જેથી જળાશય ૭૩.૮૫ ટકાથી વધુ ભરાયો હોઇ વોર્નિંગ સ્ટેજ (Warning Stage) જાહેર કરવામા આવેલ છે. જળાશયમાં ૬૪,૧૬૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જયારે ડેમમાં પાણીનો કુલ જથ્થો ૩૨,૫૮૬ એમ.સી.એફ.ટી છે.