કોરોનાને ફરી માર્યો ફૂંફાડો, આજે નોંધાયા આટલા કેસ, જાણો કેવી છે સ્થિતિ  
                                       
                  
				  				   
				   
                  				  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 63 દર્દીઓ સાજા થયાં,અને આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં આજે કોરોનથી વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે. 
				  										
							
																							
									  
	 
	અમદાવાદમાં 13,વડોદરામાં 12,જામનગરમાં 10, સુરતમાં 8, રાજકોટમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 4, ગાંધીનગરમાં 3, મહેસાણામાં 3, આણંદમાં 2, ગીર-સોમનાથમાં 2,પોરબંદરમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વલસાડમાં 1અને કચ્છમાં 1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 70 કેસ નોંધાયા છે.અત્યારે કુલ 577 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 569 દર્દીઓ સ્ટેબલ છે.
				  
	 
	બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને રસીનો પ્રથમ, 379 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 6550, 50985 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22644 નાગરિકોને રસીનો પ્રથમ, 141153 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,21,718 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,72,84,752 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.