શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જાન્યુઆરી 2022 (12:28 IST)

નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના નિયમોના ધજાગરા - નેતાની ઉપસ્થિતિમાં જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

કોરોનાને લીધે મોટાકાર્યક્રમો રદ કરવામાં પણ કેટલાક નેતાઓ હજુ ગંભીર નથી. રાજ્ય સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી કે જેથી કરીને કોરોના નિયંત્રણમાં લાવી શકાય. પરંતુ આ નિયમો પ્રજા તોડે તો તોડે પણ નેતાઓએ તો નિયમો કી ઐસી તૈસી કરવાનુ જાણે કે નક્કી જ કરી લીધુ છે. ત્યારે વધુ એક નેતાએ કોરોના ગાઇડલાઇનના લીરેલીરાં ઉડાવતા જોવા મળ્યા. આ નેતા બીજુ કોઇ પરંતુ ભાજપના નેતા અલ્પેશ પટેલ હતા.
 
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સંત સંમેલન યોજાઇ ગયા બાદ 40થી વધુ નેતાઓ કોરોના પોઝિટીવ આવ્યા. હવે મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ખેરાલુના મંદ્રોપુરા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપનિંગ કાર્યક્રમ હતો જેમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. નેતાની ઉપસ્થિતિમાં જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ન ક્યાંય જોવા મળ્યુ સામાજિક અંતર કે ન કોઇએ માસ્ક પહેર્યુ હતું.