બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 11 એપ્રિલ 2020 (13:49 IST)

ગુજરાતની 3 કંપનીઓ બનાવશે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા, અમેરિકાને કરશે નિર્યાત

દેશમાં કોરોના વાયરસના કેસ સતતત વધતા જાય છે. અત્યાર સુધી કોરોના વાયરસની સારવાર માટે કોઇ દવા સામે આવી નથી. જોકે કોરોન વાયરસના દર્દીઓને હાલ મેલેરિયા માટે ઉપયોગમાં લેવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ગુજરાતની ત્રણ કંપનીઓ મોટી માત્રામાં આ દવા તૈયાર કરવાની છે. 
 
કોરોના વાયરસની દવા માટે આખી દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે. જોકે હજુ સુધી કોરોના વાયરસની સારવાર માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે અત્યારે ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ એક મહિનામાં 25 ટન હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા બનાવવાની તૈયારી કરી રહી છે. 
 
તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ખાનગી રેડિયો સ્ટેશનને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે રાજ્યની ત્રણ કંપનીઓ આ દવાને અમેરિકાને નિર્યાત કરશે. તેમની સરકારે કોઇપણ ઘટનાનો સામનો કરવા માટે એક કરોડ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા અલગ રાખી છે. 
 
જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાઇડ્રોક્સીક્લોરોક્વીનની દવાની સતત માંગ કરી રહ્યા છે. હવે જ્યારે કેન્દ્રએ તેને નિર્યાતની પરવાનગી આપી છે, તો ગુજરત આ દવાને અમેરિકા મોકલવા માટે તૈયાર છે. 
 
તેમાં મુખ્ય કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડ અમદાવાદ, મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક લિમિટેડ અને વડોદરાની વાઇટલ લેબોરેટરી સામેલ છે.જોકે આ કંપની પાસે 19 લાખ ટેબલેટનો સ્ટોક છે, જેને સરકાર ખરીદી રહી છે. 
 
તો બીજી તરફ મંગલમ ડ્રગ્સ પાસે આ દવાનો 14 થી 15 દિવસની પ્રોડક્શન સાયકલ છે. 20 થી 25 દિવસમાં 1.5 ટન હાઇડ્રોક્સીક્લોરોક્વીન બની શકે એટલું રો-મટેરિયલ પણ તૈયાર છે. અત્યાર સુધી 200 કિલો દવાની પહેલી ખપત થઇ છે. આ ઉપરાંત કેડિલા હેલ્થકેરમાં 15 એપ્રિલ સુધી 1000 કિલો દવાઓ બનાવીને તૈયાર હશે. જ્યારે વાઇટલમાં પણ દવાનું મેન્યુફેક્ચરિંગ ચાલુ છે. 
 
તો બીજી તરફ ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોરોના વાયરસની સારવારમાં કોરોના પોઝિટિવ દર્દીઓને હાલ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવામાં આવી રહી છે. આ દવાના સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે અને કોરોના વાયરસના દર્દીઓ ઠીક પણ થયા છે.