સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 જુલાઈ 2021 (13:02 IST)

નારાયણ સાંઈને પિતા આશારામ સાથે 30 મિનિટ વાત કરવાની કોર્ટે મંજૂરી આપી, આશારામની તબિયત નાદુરસ્ત

નારાયણ સાંઈ છેલ્લા સાડા સાત વર્ષથી સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં એક પણ વાર જામીન મળ્યા નથી. જોકે નિયમ પ્રમાણે નારાયણ સાંઈ ફરલો પર બહાર આવી શકે છે પરંતુ તેમાં પણ તેને ગુજરાત ન છોડવાની શરતનું પાલન કરવું પડે ત્યારે નારાયણ સાંઈએ તેના પિતા આશારામની તબિયત લથડતા તેમને મળવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

કોર્ટે હવે નારાયણ સાંઈને આશારામ સાથે જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી વાતચીત કરવા માટેની પરવાનગી આપી છે જેમાં ઓગસ્ટના પહેલા વિકમાં 2 વીડિયો કોન્ફરન્સ કરાવવા માટે સરકારને આદેશ આપ્યા છે. નારાયણ સાંઈએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, આશારામને બીમારીઓ વધતી જાય છે તેમની ઉંમર પણ 84 વર્ષ છે. તેથી તેઓને એમની ચિંતા થાય છે એટલા માટે તેમને મળવા માટેની પરવાનગી કોર્ટ જોડે માંગવામાં આવી હતી. અગાઉ કોર્ટે 3 ઓર્ડર કર્યા હતા તેમાં અવલોકન કર્યું હતું કે, કોરોનાના ફીઝીકલ મુલાકાત માટે મંજૂરી આપવી યોગ્ય નથી. સાથે આશારામને તે દરમિયાન કોરોના પણ થયો હતો. જેથી જોધપુર AIMS હોસ્પિટલમાં તેઓની સારવાર બાદ જેલમાં તેઓ પાછા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારી વધી ગઈ છે. તેમજ આશારામની તબિયત સારી ન હોવાથી વીડિયો કોન્ફરન્સ પણ શક્ય નથી.​​​​​​​

સુરત લાજપોર જેલ અને જોધપુર સેન્ટ્રલ જેલમાં બંને માટે વીડિયો કોન્ફરન્સ ઓગસ્ટના પહેલા વિકમાં કરાવવાનું રહેશે. આમાં પણ કોર્ટે કેટલીક શરતો મૂકી છે, જેમાં તેઓ વચ્ચે 2 મુલાકાત થઈ શકશે. જેમાં એક મુલાકાતમાં આશારામ અને નારાયણ સાંઈ એટલે પિતા-પુત્ર જ વાતચીત કરશે અને બીજી મુલાકાતમાં આશારામના આર્યુર્વેદિક ડોક્ટર, આશારામ અને નારાયણ સાંઈ એમ 3 લોકો વાતચીત કરશે. ડોક્ટર આશારામની ટ્રીટમેન્ટ અંગેની માહિતી આપશે. હાલ આશારામની આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલી રહી છે જેથી 2 મુલાકાત પણ મહત્વની રહેશે.