ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:00 IST)

કોવિડ-19: માન્યતા વિ. હકીકતો: ભારતમાં એક્સપાયર્ડ વેક્સીન આપવામાં આવી રહી હોવાનો દાવો કરતા મીડિયા રિપોર્ટને લઇને મોટો ખુલાસો

gujarati news
એવા કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતમાં તેના રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ હેઠળ સમયસીમા સમાપ્ત થઈ ગયેલી રસીઓ આપવામાં આવી રહી છે. આ ખોટું અને ભ્રામક છે અને અધૂરી માહિતી પર આધારિત છે.
 
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ 25મી ઓક્ટોબર 2021ના રોજ, મેસર્સ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના પત્ર નંબર: BBIL/RA/21/567ના જવાબમાં કોવેક્સિન (હોલ વિરિયન, નિષ્ક્રિય કોરોનાવાયરસ રસી)ની શેલ્ફ લાઈફ  9 મહિનાથી 12 મહિના સુધી વધારવાની મંજૂરી આપી છે. 
 
એ જ રીતે, રાષ્ટ્રીય નિયમનકાર દ્વારા કોવિશિલ્ડની શેલ્ફ લાઇફ 22 ફેબ્રુઆરી 2021ના રોજ 6 મહિનાથી વધારીને 9 મહિના કરવામાં આવી છે. રસીની શેલ્ફ લાઇફ રાષ્ટ્રીય નિયમનકાર દ્વારા રસી ઉત્પાદકો દ્વારા આપવામાં આવેલ સ્થિરતા અભ્યાસ ડેટાના વ્યાપક વિશ્લેષણ અને પરીક્ષાના આધારે લંબાવવામાં આવે છે.