શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (14:50 IST)

Video - મકાનની ગેલરીમાંથી કૂદી ગાય, નીચે કૂદતા પગ અને માથામાં ઈજા

Ahmedabad Stray Cattle: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમે ગુરુવારે ગોમતીપુર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ઢોર પકડ પાર્ટીની સાત જેટલી ટીમ ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે ઢોર પકડવા માટે પહોંચી. અહીં ઢોર પાર્ટીથી ડરીને એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, ડરી ગયેલી ગાયે ત્યાંથી કૂદકો મારી દીધો હતો. નીચે કૂદતા પગ અને માથામાં ઈજા થઈ. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આ બનાવ બન્યો છે.
 
ગાયે કૂદકો માર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમે ગુરુવારે ગોમતીપુર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. હકીકતમાં ગાય ઢોર પકડ પાર્ટીથી ડરીને મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી.