શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (11:27 IST)

અમદાવાદમાં 27 વર્ષના દીકરાની માતા પ્રેમમાં પડી, પરિવારને ખબર પડતાં સંબંધ કાપ્યો તો પ્રેમી ઉશ્કેરાયો, માતા-પુત્રીના નગ્ન ફોટા વાઇરલ કર્યા

શહેરના પૂર્વ વિસ્તારમાં 27 વર્ષના દીકરાની માતાને પ્રેમ થઇ ગયો અને પરિવારની જાણ બહાર બન્ને પ્રેમીપંખીડા મળતાં થઈ ગયાં હતાં. એક દિવસ પરિવારને આ વાતની જાણ થતાં મહિલાએ સંબંધ કાપી નાખ્યા હતા, જેથી પ્રેમીએ તેની સાથેની અંગત પળો સિવાય પ્રેમિકાના પરિવારની અન્ય મહિલાઓના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતાં. આ મામલે હાલ એરપોર્ટ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસસૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે, નિશા (નામ બદલ્યું છે ) અને તેનો પરિવાર પૂર્વ વિસ્તારમાં રહે છે. તેનાં બે દીકરા અને એક દીકરી છે, જેમાં સૌથી મોટો દીકરો 27 વર્ષનો છે, જેના લગ્ન થઈ ગયા છે. નિશાનો પરિવાર સામાન્ય સંજોગોમાં પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ નિશા નાનામોટા કામ માટે બહાર ગઈ હતી. જ્યાં તે કામ કરી રહી હતી ત્યારે રાજીવ (નામ બદલ્યું છે ) તેને દૂરથી જોઈ રહ્યો હતો. રાજીવ નિશાની પાસે આવ્યો અને તેને એક ચિઠ્ઠી આપી હતી, જેમાં રાજીવનો નંબર હતો, પણ નિશાએ આ વાત ગંભીર લીધી નહિ, કારણ કે તેના પરિવારમાં મોટા દીકરા હતા.પણ રાજીવ ગમે તેમ કરીને નિશાનો નંબર લીધો હતો અને તેને ફોન કર્યો. બાદમાં નિશાને પણ રાજીવ સાથે વાતો કરવી ગમવા લાગી. પછી રાજીવ અને નિશા બહાર ફરવા જવા લાગ્યાં હતાં. આ સંબંધ શારીરિક સંબંધ સુધી પહોંચી ગયા હતા, જેને કારણે નિશા પ્રેમમાં ભાન ભૂલી ગઈ હતી, પરંતુ આ સમગ્ર મામલો નિશાના પરિવારને જાણ થઈ ગઈ, જેથી નિશાએ રાજીવ સાથે મળવાનું બંધ કરી દીધું હતું.આ બધાથી રાજીવ ઉશ્કેરાઈને નિશાની સાથેની અંગત પળોના ફોટા વાયરલ કર્યા હતા. એટલું જ નહીં, રાજીવે નિશાની દીકરીના પણ નગ્ન ફોટા બનાવી વાઈરલ કરી દીધા હતા. આ બાબતની જાણ થતાં નિશાએ રાજીવ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.