શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 3 જૂન 2021 (20:39 IST)

બે એક્ટ્રેસ કરી રહી હતી દેહ વ્યાપાર, 1.8 લાખમાં નક્કી થયો સોદો અને પોલીસની પડી રેડ

ઠાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ 1 ની ટીમ બુધવારે બપોરે થાણેના પચપખાડી વિસ્તારમાં એક મકાનમાં દરોડો કરી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. પોલીસે સ્થળ પરથી બે એક્ટ્રેસ, બે મહિલા એજન્ટ અને એક પુરૂષ એજંટ  
સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પૂછપરછમાં આ લોકોએ પોલીસને જણાવ્યું કે  લોકડાઉનમાં કામ ન મળવાથી તેમણે  આ વેશ્યાવૃત્તિનો  ધંધો શરૂ કરી દીધો  
 
ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે કે ઠાણે ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ની ટીમને મળેલી જાણકારીના આધારે ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ની ટીમે દરોડો પાડી આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. કહેવાય રહ્યુ છે કે ધરપકડમાં બન્ને એક્ટ્રેસની પાસે લૉકડાઉન દરમિયાન કામ ન હતુ. તેથી તેમની પાસે પૈસાનુ સંકટ ઉભુ થઈ ગયુ હતુ  અને તેઓને આ ધંધાને અપનાવ્યો.
 
એવુ જણવા મળી રહ્યુ છે કે બન્ને એક્ટ્રેસ મુંબઈમાં એક મોટા સેક્સ રેકેટ એજંટના સંપર્કમાં હતી પણ વેશ્યાઓના માટે ઠાણે શહેરને પસંદ કર્યુ કારણકે અહીં તેમણે પોલીસનો એટલો ડર નહોતો. છતા  પોલીસે તેમને પકડી લીધી. એક રાતની કીમત દલાલોએ ગ્રાહકો પાસેથી 2 લાખ રૂપિયા માંગી હતી અને 1 લાખ 80 હજારમાં સોદો નક્કી થયો હતો. 
 
નક્કી સમય મુજબ બન્ને એક્ટ્રેસ ઠાણેની પચપખાડી નટરાજ સોસાયટીમા આવી. તેમના આવવાની સૂચના તરત જ પોલીસને મળી ગઈ અને સ્થળ પર ક્રાઈમ બ્રાંચ યુનિટ-1 ના સીનિયર ઈંસ્પેકટર કોકણે રેડ પાડી.  
 
 
રેડના દરમિયાન પોલીસે  બે એક્ટ્રેસ સહિત બે મહિલા એજંટ અને એક પુરૂષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી. આરોપીઓ સામે કેસ દાખલ કરાયો  છે અને આગળની તપાસ અપરાધ શાખા દ્વારા થઈ  
રહી છે.

પોલીસે કહ્યુ કે આ એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ છે.   તેની ગંભીરતાથી તપાસ કરાઈ રહી છે. પકડાયેલા લોકોથી પૂછપરછ કરી તેનાથી સંકળાયેલા લોકો સુધી પહોચવાના પ્રયાસ કરી રહી છે. પકડ્યા પછી બન્ને એક્ટ્રેસએ પોલીસને જણાવ્યુ કે તેમની પાસે કામ ન હતા. તેમણે પૈસાની ખૂબ જરૂર હતી. ક્યાંયથી કોઈ મદદ નહોતી મળી રહી હતી તેથી લાચારીમાં તેમણે આ ધંધામાં આવવું પડ્યું.
 
હકીકતમાં લૉકડાઉનના કારણે ફિલ્મ અને ટીવી ઈંડ્સ્ટ્રી પૂરી રીતે ઠપ્પ પડ્યા છે. તેથી કલાકારોની પાસે કામની કમી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેટલીક એક્ટ્રેસના સેક્સ રેકેટમાં શામેલ થવાની વાત સામે આવી  છે.