શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (12:25 IST)

પતિ-પત્નીની લડાઈ દરમિયાન પતિએ સાળી સાથે બાંધ્યા શારીરિક સંબંધ પછી શુ થયુ

અમદાવાદના વાડજ પોલીસ મથકે એક વિચિત્ર બનાવ નોંધાયો છે. ઘાટલોડિયાના કે કે નગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ સામે વ્યભિચાર અને દહેજની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાના નાની બહેન વિરુદ્ધ પર વ્યભિચારની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ પ્રમાણે તેની નાની બહેને તેના પતિ સાથે તેની જાણ બહાર કોર્ટ મેરેજ કરી લીધા છે.  બનાવની વિગત એવી છે કે ઘાટલોડિયાના કે કે નગરમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની નાની બહેનને તેના પતિ સાથે અવૈધ સંબંધો છે. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ છે.

છેલ્લા નવ વર્ષથી તે પોતાના પતિને રાખડી બાંધતી હતી, પરંતુ હવે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા છે. ફરિયાદી મહિલાને પોતાના દસ વર્ષના લગ્નજીવનથી એક સાત વર્ષનો દીકરો પણ છે. મહિલાએ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે કે તે ફરીથી ગર્ભવતી થઈ હતી ત્યારે તેમના સાસરિયાઓએ ગોળીઓ આપીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. લગ્ન વખતે મહિલાના પિતા તરફી તેના પતિને 10 લાખની રકમ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ પ્રમાણે વારંવાર ઝઘડાને કારણે મહિલા પોતાના પતિના ઘરેથી તેના પિતાના ઘરે રહેવા માટે આવી ગઈ હતી. આ દરમિયાન ગત મહિને તેનો પતિ તેના ઘર બહાર આવ્યો હતો. આ વખતે માલુમ પડ્યું હતું કે તે તેને નહીં પરંતુ તેની નાની બહેનને મળવા આવ્યો છે. તેની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા છે. એવી પણ વિગતો મળી છે કે પત્ની સાથે ઘરકંકાસ બાદ મહિલાના પતિએ કોર્ટમાં છૂટાછેડાનો કેસ કર્યો હતો. આ દરમિયાન તેની પત્નીની નાની બહેન સાથે આંખ મળી ગઈ હતી અને બંનેએ કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા.