શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (22:32 IST)

માથાકૂટ બાદ પત્ની ચાલી ગઇ પિયર, તો પતિએ પોતાની પુત્રી સાથે કર્યું ગંદુ કામ

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ સાથે થઇ રહેલા દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન રાજકોટથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં પિતા-પુત્રીના સંબંધને તાર-તાર કરી દીધા છે. એક 15 વર્ષની કિશોર છોકરીએ પોતાના પિતા પર જ તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો, જેના લીધે પોલીસે તેની ધરપક્ડ કરી લીધી છે. 
 
પોલીસના અનુસાર 42 વર્ષના આરોપીએ 3 એપ્રિલના રોજ પોતાની પુત્રીને એકલી જોઇ તેની સાથે ખૂબ મારઝૂડ અને સવાર સુધી તેની સાથે ત્રણવાર દુષ્કર્મ આચર્યું હતું. 
 
સવારે જ્યારે તેના પિતા કામ માટે નિકળ્યા તો પુત્રીએ પોતાના પડોશીનો ફોન લઇને પોતાની માતાને સમગ્ર હકિકત જણાવી. છોકરીની માતાએ તાત્કાલિક 181 મહિલા અભયમ હેલ્પલાઇનને ફોન કરીને પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે સોમવારે પિતાની ધરપકડ કરી લીધી હતી. હાલ તેને કોરોન્ટાઇન રાખવામાં આવ્યો છે. એકવાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કાયદીય રીતે કસ્ટડીમાં લેવામાં આવશે. 
 
પોલીસે જણાવ્યું કે 42 વર્ષીય આરોપીનો પોતાની પત્ની સાથે ઝઘડો થઇ ગયો હતો. જેના લીધે તેની પત્ની પોતાની પુત્રીને લઇને પિયર જતી રહી હતી. જોકે ઘટનાના ત્રણ દિવસ પહેલાં જ તે પુત્રીને ઘરની દેખભાળ માટે ઘરે પરત લાવી હતી.