ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ

મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (14:45 IST)

Widgets Magazine
cross voting


ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી આજે યોજાઇ છે. જેમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ કરી ભાજપને મત આપ્યો છે. ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના આ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભોળાભાઇ ગોહિલ, કરમસી પટેલ, રાઘવજી પટેલ, સી.કે. રાઉલજી અને અમિત ચૌધરી છે. કોંગ્રેસ દ્વારા આ ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે. બીજી તરફ કોંગ્રેસ સાથે છોડે ફાડનાર શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યા બાદ કહ્યું હતું કે તેમણે અહેમદ પટેલને મત આપ્યો નથી. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ મતદાન કર્યું છે પરંતુ તેમણે ગુપ્ત મતદાન કર્યુ છે. જો કે મહેન્દ્રસિંહે પણ ક્રોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચા છે કારણ કે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપુત મહેન્દ્રસિંહના વેવાઇ છે. ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપે ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસે એક ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપુત તથા કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ ઉમેદવાર છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ, સમીકરણો બદલાતા ભાજપમાં સોપો પડ્યો

ગુજરાતની રાજ્યસભાની ત્રણ સીટ માટે ચાલી રહેલા મતદાનમાં ભારે રસાકસી જોવા મળી રહી છે, ત્યારે ...

news

બેંગ્લુરૂ ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું

રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે આજે મંગળવારે મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના ...

news

દિલ્હીમાં મહિલાઓની ચોટલા કાપવાની ઘટના ગુજરાતમાં. ગાંધીનગરના માણસામાં બની પ્રથમ ઘટના

હાલમાં દેશભરમાં એક ચર્ચાએ ભારે કરી મુકી છે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં મહિલાઓના ચોટલાં ...

news

ડૂબતી કોંગ્રેસને મારો મત હું શું કામ આપું - શંકરસિંહ વાઘેલા

આજે ગુજરાતના પાટનગર ગાંઘીનગરમાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ત્યારે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine