શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (11:35 IST)

ગુજરાતના કર્મચારીઓના DAમાં 2% નો ટકાનો વધારો

ગુજરાતના કર્મચારીઓને પગારમાં બે ટકા મોંઘવારી ભથ્થું આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે, જેનો લાભ રાજ્યના સાડા નવ લાખ કર્મચારીઓ ઉપરાંત 4.5 લાખ પેન્શનરોને મળશે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જાહેરાત કરતાં કહ્યું હતું કે કર્મચારીઓને બે ટકા ડીએ આપવાથી સરકારની તિજોરી ઉપર 771 કરોડ રૂપિયાનો બોજો પડશે. એકસાથે એરિયર્સ આપવામાં આવતાં કર્મચારીઓના ફેબ્રુઆરીના પગારમાં ફાયદો થશે. રાજ્યના કર્મચારીઓને ફેબ્રુઆરીના પગારમાં એકસાથે ચૂકવાશે. રાજ્યના કર્મચારી મંડળો લાંબા સમયથી ડીએની માગણી કરી રહ્યાં હતા પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી સરકારે આચાર સંહિતા પહેલાં આ જાહેરાત કરી છે. કર્મચારીઓને 1લી જુલાઇ 2018થી આ લાભ આપવામાં આવ્યો છે.