મંગળવાર, 5 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 એપ્રિલ 2021 (19:08 IST)

દાહોદમાં 4 ખાનગી હોસ્પિટલને કોવીડ કેર માટે મંજૂરી અપાઈ

dahod covid centre
દાહોદમાં 4 ખાનગી હોસ્પિટલને કોવીડ કેર માટે મંજૂરી અપાઈ, ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. 1500, કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવારનો ચાર્જ 2 હજાર નક્કી કરાયો 

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 5 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5011 નવા કેસ નોંધાયા છે અને 2525 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં સુરત શહેરમાં 15, અમદાવાદ શહેરમાં 14, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, ગાંધીનગર, ગાંધીનગર શહેર અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 49 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 25 હજારને પાર થઈ ગયો છે. રાજ્યમાં બે દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4746એ પહોંચ્યો છે.            દાહોદમાં 4 ખાનગી હોસ્પિટલને કોવીડ કેર માટે મંજૂરી અપાઈ, ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. 1500, કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવારનો ચાર્જ 2 હજાર નક્કી કરાયો