સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 મે 2024 (14:26 IST)

રિસામણે ગયી પુત્રવધુ, ભોજનમાં ઝેર આપ્યુ, દિયરની મોત સસરાની હાલત ગંભીર

patan crime- તે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામનો છે. આરોપ છે કે પુત્રવધૂએ ભોજનમાં ઝેર ભેળવી દીધું જેના કારણે તેના દિયરનુ મોત થયું. સસરાના ભોજનમાં પણ ઝેર ભેળવાયું હતું, તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસે પુત્રવધૂને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે. 

પાટણના શંખેશ્વર તાલુકાના ધનેરા ગામે રહેતા અશોકગીરી ગૌસ્વામીના લગ્ન રાધનપુર તાલુકાના ગોતરકા ગામે રહેતા જયાબેન ગૌસ્વામી સાથે થયા હતા. જ્યારે સાટાપેટ અશોકની બેન હેતલના લગ્ન ગોતરફા ખાતે જયાબેનના ભાઈ સાથે થયા હતા. આટાસાટામાં થયેલ આ લગ્નથી અશોક અને જયાને એક પુત્ર સુમિત જન્મયો હતો પણ બન્ને વચ્ચે અણબનાવ થતા છેલ્લા 12 વર્ષથી જયા પુત્ર સુમિતની સાથે પીયર ગોતરકા જતી રહી હતી  
 
જો કે ચાર દિવસ અગાઉ સમાજના આગેવાનોએ ભેગા મળી સમાધાન કર્યુ હતુ અને જયાબેનની ઈચ્છા ન હોવા છતા તેણીને ધનોરા બોલાવી લાવ્યા હતા. મંગળવારે જયાબેનએ જમવામાં દાળભાત બનાવ્યા હતા.  અને તે પછી તેણે ઘરના લોકોને જમવા બોલ્વ્યા પ્રથમ સસરા ઈશ્વર અને દિયર મહાદેવને જમાડ્યા હતા. જમતાની સાથે બન્નેને ઉલ્ટી થવા લાગી ત્યારે બન્નેને સારવાર માટે હોસ્પીટલ ખસેડતા દિયર મહાદેવની મોત થઈ અને સસરાની સારવાર પાટણમાં ચાલી રહી છે
 
દિયર ભાવેશએ જણાવ્યુ હતુ કે ભાભી જયાએ બે અલગ-અલગ વાસણમાં દાળ બનાવતી હતી. ત્યારે તેણે પૂછ્તા તેણે જણાવ્યુ કે કે પુત્ર તીખુ નથી ખાતો તેથી તેના માટે મોળી દાળ બનાવી છે. હકીકતમાં તે સસરા અને દિયરને મારવાના કાવતરુ ઘડી રહી હતતી.  આ કાવતરુને અંજામ આપવા માટે તે પાસના શિવ મંદિર ગઈ અને ત્યાંથી ધતૂરો લઈને આવી હતી અને તેના બીયડ ભોજનમાં ભેળવ્યા હતા.