શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (10:38 IST)

નવસારીમાં ધોરણ-12નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ હ્રદયરોગના હુમલાના કારણે મોત

કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા યોજાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીના અવસાન ની ખબર સામે આવી છે. જેમાં નવસારી શહેરના આશા નગર વિસ્તારમાં રહેતો શાહ પરિવારનો 18 વર્ષિય ઉત્સવ શાહ જે વિદ્યાકુંજ શાળાના ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતો હતો.

અગ્રવાલ કોલેજમાં આજે તેનું આંકડાશાસ્ત્ર નું પેપર હતું. ત્યારે બપોરે એક વાગ્યાના ના અરસામાં તેના પિતાને તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારની પગ તળે થી જમીન સરકી ગઈ હતી.શહેરમાં દર્શન કોમ્પ્યુટર નામની પેઢી ચલાવતા મનોજ શાહને પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે જેમાં પુત્ર ઉત્સવની ની તબિયત આજે બપોરે લથડી હતી અને ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું હૃદય રોગના કારણે અવસાન થતાં પરિવાર સહિત સમગ્ર જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે.પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રના અવસાન બાદ તેની આંખોને દાન કરી હતી. મોડી સાંજે આશા નગરથી તેના ઘરે સમગ્ર જૈન સમાજ ઘરે ઉમટી પડયો હતો અને તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ કલેકટર,DDO,DEO, અને શહેરના અગ્રણીઓ સહિત નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ પણ જોડાયા હતા.ગઈકાલે અમદાવાદમાં પણ બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ જ અવસાન થયેલ ફરીવાર સમગ્ર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થી નું અવસાન થયેલ નો બીજો બનાવ સામે આવ્યો છે.વિદ્યાર્થીના અવસાન પાછળ માનસિક તણાવ હતો કે શારિરીક તકલીફ હતી તે જાણી શકાયું નથી પરંતુ હાલમાં જે રીતે વિદ્યાર્થીઓ ના વર્ગખંડમાં અને ઘરે અવસાન થઈ રહ્યા છે તે એક ચિંતા ઉપજાવનારી ઘટના સામે આવી છે હાલમાં વાલીઓએ પણ પરિસ્થિતિ પારખીને વિદ્યાર્થીઓને હુંફ નું વાતાવરણ આપવું એ સમયની માંગ બનવા પામી છે.