સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 મે 2022 (17:56 IST)

અનુપમ ઓવરબિજ પાસે દિવાલ ધારાશાયી, 2 ના મોત

halvad
હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં 18 મે ના રોજ અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારે હવે અમદાવાદથી દિવાલ ધરાશાયી થતાં બે વ્યક્તિના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ખોખરા કાંકરિયા જોડતા અનુપમ બ્રિજ પાસે આવેલા સલાટનગર વસાહતની દિવાલ તૂટી છે. જેસીબી ટક્કર વાગતાં 20 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઇ હતી. આ ઘટના પિતા પુત્રી દટાયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર ઇજા પહોંચતા પ્રકાશ ગંગારામ સલાટ (21 વર્ષ) અને સીમા પ્રકાશ સલાટ (2 વર્ષ) અત્યંત નાજુક હાલતમાં તેમને એલ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે સૂત્રો દ્રારા તેમના બંનેના મોત સમાચાર પ્રાપ્ત થયા છે. 
 
હાલમાં શહેરમાં પડી રહેલી કાળજાળ ગરમીમાં ઠંડી હવા ખાવા બેઠા હતા તે દરમિયાન જેસીબીની ટક્કરથી દિવાલ ધરાશાયી થતાં તેઓ દટાયા હતા. ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.