શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ડિસેમ્બર 2020 (10:39 IST)

પાલનપુર-આબુરોડ પર યમદૂત બનીને આવીલી કાર ડિવાઇડર કૂદીને બાઇક સાથે ટકરાતા 3ના મોત

મંગળવારે મોડી સાંજે પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલા સાંબાબા મંદિર નજીક  ફોરર્ચ્યુનર કાર ડિવાઈડર કુદીને કાર સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. આ ત્રણેય યુવકો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના હતા તેઓ પાલનપુરની એક ગેરેજમાં કામ કરતા હોવાનું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કારના ચાલકે કોઈ સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી હાઈવેની સામેની તરફ ફંગોળાઇ ગઇ હતી અને એક બાઇક તેમજ કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા હતા. 
 
અકસ્માત સર્જાતા લોકોના ટોળું ભેગું થઇ ગયું હતું. અને 108 મારફતે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 
સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ(ઉ.વ. 21) (કરજા રામપુરા),  હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.21) (કરજા રામપુરા)  વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.