શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (17:43 IST)

ગુજરાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ચલાવી કે-9 વ્રજ-ટી તોપ, બનાવ્યો સાથિયો

ગુજરાતના પ્રવાસે પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે 51મી કે-9 વ્રજ-ટી તોપને સુરતના હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો આર્મર્ડ સિસ્ટમ પરિસરમાં લીલીઝંડી આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ તોપની સવારી કરી અને તેને હજીરા પરિસરની આસપાસ ચલાવી. લાર્સન એન્ડ ટુબ્રોએ રક્ષા મંત્રીએ કે-9 વ્રજ-ટી તોપની મારક ક્ષમતા વિભિન્ન પ્રદર્શન પણ બતાવ્યા. કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે તોપ ઉપર સાથિઓ (સ્વતિક)નું નિશાન બનાવ્યું અને નારિયેળ ફોડ્યું હતું. 
તેમણે કહ્યું કે ભારતીય સેના આજે પહેલાં કરતાં વધુ મજબૂત અને આધુનિક હથિયારોથી સુસજ્જિત થઇ છે. એક સો હોર્સપાવરનું એન્જીન આ ટેન્કને તાકતવર બનાવી દે છે. આ ઓટોમેટિક લોડેડ ક્ષમતાથી સજ્જ 40 કિમી સુધી દુશ્મનએ મારવામાં સક્ષમ છે. રાજનાથે કહ્યું કે દેશમાં પહેલીવાર ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ સેલની રચના થશે, જે દેશના આર્મ્ડ સિસ્ટમને આત્મનિર્ભર બનાવવાની સાથે તેના આધુનિકીકરણ તથા રોકાણને જોશે. 
રાજનાથે કહ્યું કે આ પહેલાં દેશમાં આ વાત વિચારી ન હતી કે સેનામાં ખાનગી ભાગીદારી થઇ શકે છે. તેનો સૌથી મોટો લાભ સેનાને જ થશે. એલએન્ડટી ડિફેન્સનો સ્ટ્રેટેજિક પાર્ટનર છે, જે ટેન્ક બનાવી રહ્યું છે હવે આર્મ્ડ વ્હીકલ પણ બનાવવામાં આવશે. રાજનાથે કહ્યું કે દેશની સેનાની જરૂરિયાત 500 કંપોનેંટ હજુ વિદેશથી આયાત કરવામાં આવી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં મેક ઇન ઇન્ડીયા હેઠળ તેમાંથી મોટાભાગનું નિર્માણ ભારતમાં થશે. 
 
તમને જણાવી દઇએ કે આ તોપનું વજન 50 ટન છે અને 47 કિલોગ્રામનાઅ ગોળાને 43 કિલોમીટર દૂર તાકી શકે છે. આ ઓટોમેટિક તોપ શૂન્ય ત્રિજ્યા પર ફરી શકે છે. રક્ષા મંત્રાલયે કેન્દ્વની 'મેક ઇન ઇન્ડીયા' પહેલ હેઠળ ભારતીય સેના માટે એલ એન્ડ ટી કંપનીને 2017માં કે9 વજ્ર-ટી 155 મિમી/52 કેલીબર તોપોની 100 યૂનિટ આપૂર્તિ માટે 4,500 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. 
 
મંત્રાલય દ્વારા કોઇ ખાનગી કંપનીને આપવામાં આવેલો સૌથી મોટો સોદો છે જેના હેઠળ 42 મહીનામાં આ તોપોની 100 યૂનિટ આપૂર્તિ કરવાની છે. તોપ પર રક્ષા મંત્રીએ તિલક લગાવ્યું અને કંકુ વડે સાથિયો દોર્યો હતો. પૂજા દરમિયાન તોપ પર ફૂલ પણ ચડાવ્યા અને નારિયળ પણ ફોડ્યું. એલએન્ડટી સાઉથ કોરિયાની હાન્વા ટેકવિન સાથે મળીને ગુજરાતના હજીરા પ્લાન્ટમાં આ તોપ બનાવવામાં આવી રહી છે. 
 
50 ટકાથી વધુ સામગ્રી દેસી
આ 'દાગો અને ભાગો' સ્ટાઇલ વાળી તોપોની પશ્વિમી સીમા પર તૈનાત કરવામાં આવશે, જેથી મોબાઇલ આર્ટિલરી ગનના મામલે પાકિસ્તાની યુદ્ધ ક્ષેત્રમાં બઢત પ્રાપ્ત કરી શકાય. 2009માં અમેરિકાએ અફઘાનિસ્તાન સીમા પર યુદ્ધ દરમિયાન મદદ કરવા માટે પાકિસ્તાનને 115 એમ 109A5 તોપ આપવામાં આવી હતી. વજ્ર સીમા પાર પાકિસ્તાનની આ તોપોનો મુકાબલો કરશે. 
 
વજ્રને ભલે સાઉથ કોરિયાની કંપનીની સાથે મળીને બનાવવામાં આવી છે, પરંતુ તેમાં 50 ટકાથી વધુ સામગ્રી દેસી છે. સેનાની મોટી સંખ્યામાં આ તોપોનો ઓર્ડર આપી શકે છે. આ ઉપરાંત તેના એક્સપર્ટના વિકલ્પ પર પણ વિચાર કરી શકાય છે. આ ઓર્ડર એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં કોઇપણ ભારતીય કંપની કોઇ વિશેષ છૂટ આપવામાં આવી નથી, તેમછતાં એલએન્ડટીએ એક ગ્લોબલ કોમ્પિટિશનમાં રૂસી કંપની વિરૂદ્ધ બોલી લગાવી જીતી હતી.