ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (12:46 IST)

પેપરલીકને લઈને આપનુ વિરોધ પ્રદર્શન વધુ તેજ - અસિત વોરાના પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા અને વિદ્યાર્થીઓને વળતર આપવાની માંગ

હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા. તેમજ યુવાનોને વળતર ચુકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી ગુલાબસિંગ યાદવ તથા શ્રી મહેશભાઈ સવાણી આજથી આમરણાંત ઉપવાસ પર.
 
ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાત સરકારના તમામ નિર્ણયો સુપર સીએમ તરીકે શ્રી સી. આર. પાટીલ જ લઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીની ગુજરાતના યુવાધન માટે આ માંગણી સુપર સી.એમ. શ્રી પાટીલ સામે જ છે. 
 
ગુજરાતની જનતા એ પણ જાણે છે કે ગુજરાતમાં શ્રી સી.આર. પાટીલના શાસન હેઠળ ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. તાજેતરમાં જ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે. આપશ્રીએ તો જાહેરમાં એવું નિવેદન આપ્યું જ છે કે ભાજપના કાર્યકર્તાઓને જ નોકરી મળવી જોઈએ, તો તમારા હાથ હેઠળ આવા કૌભાંડો થાય એમાં નવાઈ શું ?
 
આમ આદમી પાર્ટી, ગુજરાતની જનતા અને ગુજરાતના બેરોજગાર યુવાનો વતી આપશ્રી પાસે નીચે મુજબની માંગણીઓ કરે છે. 
 
૧) ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવામાં આવે અને અસિત વોરા સહીત પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયદેસરની કાયદાકીય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. 
 
૨) અગાઉના પેપર લિકને કારણે રદ થયેલી પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા 50,000/- ચુકવવામાં આવે. 
 
3) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને કોઈ પ્રમાણિક અને નિષ્પક્ષ IAS અધિકારીની નિમણુંક કરવામાં આવે.
 
4) આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે  નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતીની રચના કરી એને તપાસ સોંપવામાં આવે. 
 
5) અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે.
 
જો ઉપરોક્ત માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ કરશે.  પરિણામ નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે