મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 મે 2018 (13:24 IST)

ગુજરાતમાં સોનાની માંગમાં 54 ટકા જેટલો ભારે ઘટાડો નોંધાયો

હવે લગ્ન સિઝન અને તહેવાર ગુજરાતમાં સોનાનું વેચાણ  વધારવામા અસફળ રહ્યા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ’ મુજબ 2018ના પહેલા ક્વાર્ટરમાં ભારતમાં ગોલ્ડની ડિમાન્ડમાં 12 ટકા જેટલો ઘટાડો થયો છે. ગુજરાતમાં પણ આ પ્રકારનો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઉલટાનું 2018ના પહેલા ક્વાર્ટરમાં અહીં ગોલ્ડ ડિમાન્ડ 54.4 ટકા ઘટી હતી.વર્ષ 2018ના પહેલા ક્વાર્ટરમાં ગોલ્ડ ઇમ્પોર્ટ 11.2 મેટ્રિક ટન રહ્યું હતું, જ્યારે તે 2017ના આ જ ક્વાર્ટરમાં 24.5 મેટ્રિક ટન હતું. રિપોર્ટ મુજબ ગોલ્ડની માંગ ઘટવા પાછળના પ્રાથમિક કારણ સોનાની વધતી કિંમત અને ડોલર સામે રૂપિયાની નબળાઇ છે. છેલ્લા 3 અઠવાડિયાથી સોનાની કિંમત 32000ની સપાટીની ઉપર જ રહી હતી.

ગુરુવારે ગોલ્ડની કિંમત 10 ગ્રામના 32,050 રૂપિયા હતી. જ્વેલર્સ અને એનાલિસિસ્ટનું કહેવું છે કે વધતી કિંમતના કારણે લોકો અત્યારે સોનું નથી ખરીદી રહ્યા.  ભાવ વધવાના કારણે માંગમા ઘટાડો આવ્યો છે, લગ્ન સિઝનઅને અખાત્રીજના દિવસે સોનાની ડિમાન્ડ વધી ન હતી. ખરીદીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને માત્ર રેગ્યુલર ખરીદદારોએ જ ગોલ્ડ ખરીદ્યું હતું.”એનાલિસિસ્ટે એમ પણ કહ્યું કે 1 ફેબ્રુઆરીએ યુનિયન બજેટમાં ગોલ્ડ પરની 10 ટકા બેઝિક ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરી હતી, જેની અપેક્ષાએ જાન્યુઆરીમાં સોનાની આયાતમાં ઘટાડો નોંધાયો હતો. વધુમાં કેશ શોર્ટેજના કારણે પણ ગોલ્ડના વેચાણ પર અસર પડી.