નર્મદા જયંતિના પાવન અવસરે હજારો દિવડાઓ નદીમાં તરતાં મુકાયાં

શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (12:38 IST)

Widgets Magazine
narmada jayanti


ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા જયંતિના પાવન અવસરે વાતાવરણ નર્મદે હરના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. નદી કિનારે આવેલા દેવાલયો અને આશ્રમો ખાતે હજારો દિવડાંઓ તરતાં મુકવામાં આવ્યાં હતાં. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલાં ગાયત્રી મંદિર ખાતે અલખગીરી મહારાજના સાંનિધ્યમાં નર્મદા  જયંતિ મહોત્સવનું આયોજન કરાયું હતું. વહેલી સવારથી આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમોની  શરૂઆત થઇ હતી અને બપોરે નૌકાવિહારમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં. સુર્યાસ્ત થતાંની સાથે નર્મદા મૈયાની હજારો દીવાઓથી આરતી કરવામાં આવી હતી. જિલ્લાના અન્ય આશ્રમો ખાતે પણ નર્મદા જયંતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી. શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે માતાજીના મંદિરે સવા મણ દુધનો અભિષેક કરાયો હતો.
narmada

અંકલેશ્વરમાં આવેલ પંચાતી બજાર ખાતે આવેલ નર્મદામાતા મંદિર ખાતે નર્મદા જયંતિ નિમિત્તે મહા આરતી યોજાઇ હતી.નર્મદા જિલ્લાના વસંતપુરા, ગોરા, ગુવાર, પોઇચા, રામપરા અને ગરૂડેશ્વર ખાતે પણ જન્મજયંતિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. નાવરા ગામે કેન્દ્રીય આદિજાતિ વિભાગના ડીરેકટર હર્ષદ વસાવાએ હાજરી આપી હતી. આમ બંને જિલ્લામાં મંદિરો,આશ્રમો અને ઘાટો નર્મદે  હરના નારાથી ગુંજી ઉઠયાં હતાં. નર્મદા જયંતિએ નર્મદાના કાંઠા વિસ્તારોમાં ભકતોના ભારે ધસારાના કારણે ભક્તિનો માહોલ છવાયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આજે વર્લ્ડ કેન્સર ડે - ગુજરાતમાં દર મહિને કેન્સરના સરેરાશ ૪૬૦ દર્દી ઉમેરાય છે

તબીબી ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી નવા શિખરો સર કર્યા હોવા છતાં હજુ સુધી કેન્સરનો ...

news

ગોવામાં સવારે થયુ 15 ટકા મતદાન

ગોવામાં 40 વિધાનસભા સીટો માટે વોટિંગ શરૂ થયુ છે. ગોવામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ...

news

અમદાવાદમાં ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ફરી વળતાં 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

શાસ્ત્રીનગર પેટ્રોલપંપ પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના ગેટની બહાર શુક્રવારે રાત્રે ...

news

ગોવા અને પંજાબમાં વિધાનસભા માટે મતદાન શરૂ

ગોવામાં 40 બેઠકો અને પંજાબમાં 117 બેઠકોની વિધાનસભા માટે આજે મતદાન છે. ગોવામાં સવારે 7 ...

Widgets Magazine