1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (18:52 IST)

ધોળકા-બગોદરા હાઈવે અકસ્માત, 4ના મોત

Dholka-Bagodara Highway
: રાજ્યમાં અકસ્માત ના દરરોજ અનેક બનાવો બનતા હોય છે. આવા જ એક અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધોળકા-બગોદરા હાઇવે પર ખાનપુર પાટીયા પાસે એક કાર અને રીક્ષા વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતકોમાં બે પુરુષ, એક બાળક અને એક કિશોરીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા છે. અને ચાર લોકોને ઇજાગ્રસ્ત થયા છે. જેમને 108 દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.