શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (10:43 IST)

ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ, ૧૩ વ્યક્તિલક્ષી યોજનાઓ કરાઇ ઓનલાઇન

રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ ૧૩ વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે.
 
ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની ૧૩ યોજનાઓનું ઓનલાઇન લોન્ચીંગ કરતાં મંત્રી સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે. 
 
જેમાં મખ્યત્વે ડૉ. આંબેડકર આવાસ યોજના, માનવ ગરિમા યોજના, કુંવરબાઇનું મામેરૂ યોજના, વિદેશ અભ્યાસ લોન, કોમર્શિયલ પાયલોટ લોન, પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, બસ પાસ યોજના, સાધન સહાય યોજના, સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે. જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ‘ઇ સમાજ કલ્યાણ’ વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે.