ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 જુલાઈ 2020 (22:47 IST)

ગોલ્ડન માસ્ક બાદ માર્કેટમાં આવી ગયા ડાયમંડ માસ્ક, કિંમત જાણીને ઉડી જશે હોંશ

હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. એટલા માટે બજારમાં ઘણા પ્રકરના નવા અને આકર્ષક માસ્ક બજારમાં જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલાં લોકો માટે માસ્ક પહેરવું મજબૂરી હતું. પરંતુ હવે લોકો તેને ફેશન તરીકે લેવા લાગ્યા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ પોતાના માસ્કને લઇને ખૂબ ચર્ચામાં રહી છે. તેનું નામ શંકર કુરાડે છે. જે 2 લાખથી વધુની કિંમતવાળું સોનાનું માસ્ક પહેરીને સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો.  
હવે આ સોનાના માસ્કને ભૂલી જશો, કારણ કે માર્કેટમાં તેને ટક્કાર આપવા માટે ડાયમંડ ફેસમાસ્ક આવી ગયું છે. રિપોર્ટ અનુસાર ગુજરાતના સુરતમાં એક ઘરેણાની દુકાનમાં હીરા જડીત માસ્ક વેચવામાં આવી રહ્યા છે. હીરાના વેપારીઓએ આ માસ્ક ખાસ લગ્નના અવસર માટે બનાવ્યા છે. જેને પહેરીને લગ્નમાં અલગ દેખાઇ શકશો. આ માસ્કની કિંમત 1 લાખથી માંડીને 4 લાખ રૂપિયા સુધી છે. 
સુરતના જવેલર્સને માસ્કમાં નવી વેરાયટી અને કંઈક ઇનોવેટિવ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી જ્વેલરી વેપારી દ્વારા વિવિધ આકાર અને રંગવાળા માસ્ક પર ડાયમંડ માટેની ડિઝાઇન નક્કી કરી. અમુક માસ્ક પર ડાયમંડનું સ્ટીચિંગ કરાવ્યું તો અમુક માસ્ક પર રિયલ ડાયમંડની સેર લટકતી હોય એ રીતે આ નવીન માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જે હાલ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
એક લગ્ન સમારંભ માટે દુલ્હા દુલ્હનની વિશેષ ડીમાન્ડ પર તૈયાર કરેલા આ માસ્કમાં રિયલ ડાયમંડ જડવામા આવ્યા છે. જેમાં અમેરિકા ડાયમંડથી તૈયાર કરાયેલા આ માસ્કની કિંમત દોઢ લાખથી ચાર લાખની છે. આ માસ્કની વિશેષતા એ છે કે કોરોના કાળમાં આ માસ્ક કોરોનાથી તો બચાવશે.પરંતુ ત્યારબાદ આ માસ્કમાં જડેલા ડાયમંડનો ઉપયોગ અન્ય જવેલરીમાં પણ કરી શકાશે. જેના કારણે આ માસ્ક તૈયાર કરાવનાગ દેવાંશી ખૂબજ ખુશ છે.