મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (20:36 IST)

જબરો વટ છે આ ભાઇનો !!! નિવૃત નાયબ મામલદાર પાસે મળી આવી 30 કરોડની સંપત્તિ

ગુજરાતમાં સરકારી અધિકારીઓના ભ્રષ્ટ્રાચારના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. બુધવારે સવારે ધોળકાના મામલદારને 25 લાખની લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ હવે કલોલના પૂર્વ નાયબ મામલતદાર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળવાના સમાચાર છે. પોલીસે નાયબ મામલતદાર પાસેથી 30 કરોડથી વધુની સંપત્તિ હોવાનો ખુલાસો કર્યો છે.  
 
તેમાં 11 લક્સુરિયસ કાર, બે બંગલા, ત્રણ ફ્લેટ, 11 દુકાનો તથા રિયલ એસ્ટેટ સહિત વિવિધ એકમોમાં રોકાણ કર્યું છે. તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે નિવૃત નાયબ મામલતદારની આવક 24.97 કરોડ હોવી જોઇએ. પરંતુ અવસર પર તેને 55.45 કરોડનું રોકાણ કર્યું હોવાની પણ જાણકારી મળી હતી. 
 
ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો આ ઐતિહાસિક કેસ છે. વિરમ દેસાઇ કલોલમાં નાયબ મામલતદારના પદે કાર્યરત હતો ત્યારે તેની પાસે બે નંબરી સંપત્તિ હોવાની જાણકારી મળી હતી. આ જાણકારી બાદ વિવિધ પાસાઓનું બારીકાઇથી નિરક્ષણ કરવામાં આવ્યું. જેથી ખબર પડી કે તેની પાસે મળી આવેલી સંપત્તિ તેની આવક કરતાં 22 ટકા વધુ એટલે કે 30 કરોડ રૂપિયા છે. 
 
આ મહિને ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં કુલ 33 કરોડ રૂપિયાની જાણકારી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની પત્ની, પુત્ર સહિત અન્ય સંબંધીઓના નામ પર પણ અવૈધ સંપત્તિ ખરીદવામાં આવી છે. લગભગ 18 સર્વે નંબરોમાં તેમના બે પ્લોટ, ત્રણ ફ્લેટ, બે બંગલા અને 11 દુકાનો છે. 
 
આ પ્રકારે તેણે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. તેના નામ પ્ર ચેહર અને જય રણછોડ નામની દુકાનો પણ છે. તેની પાસે 11 લક્સરી કાર છે. જેમાં બીએમડબ્લ્યૂ, ઓડી, રેંજરોવર, જૈગુઆર સહિત મોંઘી કારો સામેલ છે. તેના અને તેના પરિવારના નામે લગભગ 30 બેંક એકાઉન્ટ છે. તેના કારના નામ પર ત્રણૅથી કાર કરોડ રૂપિયા બેંકમાં ટ્રાંસફર કરવામાં આવ્યા છે.