સ્કૂલ બસનો અકસ્માત થતાં 22 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર

અમદાવાદ., શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (13:28 IST)

Widgets Magazine

 

bus accident

અમદાવાદમાં સરખેજ ગાંધીનગર પાસે આવેલ નવાપુરા ગામ નજીક આજે સવારે એક સ્કૂલ બસ અને ટ્ર્ક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં 22 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. બસ ડ્રાઈવરને મરણતોલ ઈજાઓ પહોંચી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે 7-30 વાગ્યે મેમનગરમાં આવેલી દિવ્યાપથ સ્કૂલની બસ બાવળા વિસ્તારમાંથી શાળાના વિદ્યાર્થીઓને લઈને મેમનગર જઈ રહી હતી.
bus accident

આ દરમિયાન નવાપુરા ગામના પાટિયા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કાર મારી હતી. બસનો અણધાર્યો અકસ્માત થતા તુરંત જ ચાંગોદર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી જેમાં એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ધો. 3થી 10માં અભ્યાસ કરતા અને બાવળા રહેતા ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. બસ ડ્રાઈવરને પણ મરણતોલ ઈજાઓ થઈ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુલ ગાંધીએ કરાવેલા સરવેમાં વિગતો ખુલી, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જ ભાજપના પોઠિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાનગી એજન્સી ...

news

વિકાસ ગાંડો થયો છેની જોકસ ભાજપને ચચરી, રૂપાણીએ સોશિયલ મીડિયા કેમ્પેનના નામે કોંગ્રેસ પર ઠીકરૂ ફોડ્યુ

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયામાં વિપક્ષ દ્વારા વિકાસ ગાંડો થયો છે ના ચાલી ...

news

ગુજરાતના દરિયાકાંઠે પાકિસ્તાનની ઘૂસણખોરી અટકાવવા એફબીઆઈ મદદ કરશે

ગુરૂવારે બીએસએફના જવાનોએ કચ્છ પાસે સ્થિત ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે હરામી નાળામાંથી ...

news

માત્ર 21000 લોકો પાસેથી 4900 કરોડનું કાળા નાળા જાહેર કર્યું

નોટબંધી બાદ સરકારને કાળુનાણું રાખનારા લોકોને એક તક આપી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ ...

Widgets Magazine