1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 7 મે 2021 (11:43 IST)

ગુજરાતમાં પહેલીવાર ભૂજમાં ડ્રાઇવ થ્રૂ વેક્સીનેશન શરૂ

વેક્સિનેશન માં એક નવી જ પહેલ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજની આર. ડી. વારસાણી સ્કુલના મેદાનમાં ડ્રાઇવ થ્રુ  વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું  હતું. સરકારે સમગ્ર રાજ્યમાં પહેલી મે થી ૧૮ વર્ષથી વધુ ઉમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કર્યું છે. ત્યારે કચ્છમાં પણ રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે. 
 
આ તબક્કે કચ્છના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ એક નવી પહેલ કરતા આજરોજ ભુજ ખાતે લોકો ને વાહન માં જ વેક્સિન આપતું ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોનો સમય બચે, ઝડપથી રસીકરણ થઈ શકે તેમજ ગાડીમાં જ બેસી ને વ્યક્તિ મળી જતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે જેથી લોકોમાં  સંક્રમણનો ભય ઘટે છે. જે માટે લોકો ખૂબ સારો ઉત્સાહ બતાવી રહ્યા છે.
સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૭ એમ બે સેશનમાં ડ્રાઇવ થ્રું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું જેમાં જેમણે આગાઉથી રજીટ્રેશન  કરાવ્યું હોય તેવા ૨૦૦ લોકોને રસી આપવામાં આવી હતી.
 
આ તકે રસીકરણ અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ કચ્છમાં આ નૂતન  પ્રયોગ કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ સારું આયોજન છે કે લોકોને પોતાના વાહનમાં બેઠા જ રસી મળી જાય છે જેથી સમયનો પણ બચાવ થાય છે અને સંક્રમણના ચાન્સસીઝ ઘણા ઘટી જાય છે.
લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. પ્રાયોગિક ધોરણે આ ડ્રાઇવ થ્રુ નું આયોજન કરવામાં આવ્યું છે જેને ખૂબ સફળતા મળી છે અને શનિવાર તેમજ રવિવાર ના આવું જ આયોજન કરવા વિચારણા ચાલી રહી છે.
 
આ ડ્રાઇવ થ્રુ વેક્સિનની ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરુવાણી એ મુલાકાત લીધી હતી.