શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ સપ્તેશ્વર મંદિરના શીવજીને જળાભિષેક, મંદિર નદીના પાણીમાં ગરકાવ

મંગળવાર, 25 જુલાઈ 2017 (13:21 IST)

Widgets Magazine

 

Sapteshwar Temple

સોમવારે સાબરકાંઠાના ઇડર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. 36 કલાક દરમિયાન સૌથી વધુ ઇડર તાલુકામાં 11.5 ઇંચ અને પોશીનામાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો.   સાર્વત્રિક મેઘવર્ષાના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલાયા હતા જેના કારણે સાબરમતી બે કાંઠે વહી રહી છે. પાણીનો ફ્લો  વધતાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સાબરમતીના પટમાં આવેલ સપ્તેશ્વર મહાદેવનું મંદિર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 
Sapteshwar Temple

ઉત્તર ગુજરાતના દરેક ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા.  મંદિર ડૂબતાં જ આસપાસના ગામના લોકો જોવા માટે દોડી આવ્યા હતાં. કોઈ જાનહાની ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ છલકાતા સરકારના જળસંપત્તિ વિભાગે તબક્કાવાર સાબરમતી નદીમાં 50 હજારથી એક લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે ધરોઈ ડેમમાંથી છોડાયેલુ 50 હજાર ક્યુસેક્સ પાણી મંગળવારની સવારે અમદાવાદ શહેર સુધી પહોંચ્યું હતું.  સાબરમતીના કિનારાના ગામોને અસર થવાની સંભાવનાના પગલે જિલ્લાના 30 જેટલા ગામોને ચેતવણી આપવામાં આવી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

માળિયામાં રેલવેના ડબ્બાએ 60 જેટલા લોકોને આશરો આપ્યો

મચ્છુ ડેમના પાણીએ માળિયા વિસ્તારને તહસનહસ કરી નાખ્યું હતું. લોકો સુરક્ષિત આશરા માટે ...

news

મહિસાગર નદીમા પાણીની આવક વધતાં 41 ગામોમાં એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લામાંથી પસાર થતી નદીઓ મહીસાગર અને સાબરમતીમાં ...

news

LIVE -રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદની શપથ લીધી... કહ્યુ - હુ નાનકડા ગામમાંથી આવ્યો છુ.

ભારતના 14માં રાષ્ટ્રપતિના રૂપમાં રામનાથ કોવિંદ આજે પદ અને ગોપનીયની શપથ લેશે. સુપ્રીમ ...

news

VIDEO - જયપુરમાં રોપ ક્લાઈમ્બિંગ દરમિયાન છઠ્ઠા માળેથી યુવતી પડી... પિતા આપી રહ્યા હતા ટ્રેનિંગ

અહીના માનસરોવરમાં એક ખાનગી કોલેજમાં 16 વર્ષની સ્ટુડેંટ અદિતિ સાંધીનુ છઠ્ઠા માળેથી નીચે ...

Widgets Magazine