શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (11:08 IST)

ડ્રગ્સ કાંડ: અદાણી પોર્ટના રૂખથી કોર્ટ નારાજ, પોર્ટની ભુમિકા અંગે નારાજગી દર્શાવતી ટીપ્પણી

અદાણી મુંદ્રા પોર્ટમાં  થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાથી ટેલ્કમ પાઉડર ડિક્લેર કરેલા બે કટૅનરમાંથી 3 હજાર કિલોથી વધુ હેરોઈન મળી આવ્યું હતું, આ અંગે કોર્ટે કહ્યુ હતુ કે શુ આ ડ્રગ્સ સ્મગલિંગથી પોર્ટને કોઈ ફાયદો થાય છે ખરો. જે અંગે ફરી લીગલ ઓપિનિયન લેતા હોવાનું જણાવ્યું હતુ કોર્ટે આ મુદ્દે ઝાટકણી કાઢતા કહ્યુ કે લીગલ ઓપિનિયન શુ છે ? શુ કોઈ વ્યક્તિ કાયદાથી મોટો છે ? જ્યા દેશની સુરક્ષાનો સવાલ આવે ત્યા આવી બાબતોને ગંભીર સમજીને કામ કરવુ જોઈએ. 
 
શુક્રવારે ડ્રગ્સ સ્મગલિંગના ઈમ્પોર્ટર દંપતી સુધાકર અને વૈશાલીના દસ દિવસ બાદ અપાયેલા વધુ એક દિવસના રિમાન્ડ પણ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલ મોકલી દેવાયા હતા. તો ગુરુવારે ભુજ સ્થિત એનડીપીએસની વિશેષ કોર્ટમાં હેરોઈન ડ્રગ્સ મળી તે કન્ટેનરને આયાત કરનાર દંપતીના અપાયેલાં રિમાન્ડ પુરા થતા ન્યાયાલય સમક્ષ પ્રસ્તુત કરતા સમયે ડીઆરઆઈએ વધુ ચાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટ એક દિવસના વધુ રિમાન્ડ આપતા સમયે પોર્ટની ભુમિકા અંગે નારાજગી દર્શાવતી ટીપ્પણી કરી હતી.   અત્રે ઉલ્લેખનીય છે પખવાડિયા પહેલા અદાણી મુંદ્રા પોર્ટમાં અફઘાનિસ્તાથી ટેલ્કમ પાઉડર ડિક્લેર કરેલા બે કટૅનરમાંથી 3 હજાર કિલોથી વધુ હેરોઈન મળી આવ્યું હતું
 
કોર્ટે અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીઓને કઈ રીતે ઝડપશો અને શું અફઘાનિસ્તાનનો ભારતીય દુતાવાસ થકી સંપર્ક કરાયો છે? તે અંગે પણ પૃચ્છા કરી હતી. નોંધવું રહ્યું કે અગાઉ કોર્ટે આ પ્રકારનો ડ્રગ્સનો કન્સાઇમેન્ટ આયાતકારના નજીકના પોર્ટ મુકીને આટલે દૂર મુંદ્રામાં કેમ આવ્યા? શું તેમાં પોર્ટને કાંઈ લાભ મળી શકે તેમ છે? તેની તપાસ કરવા ડીઆરઆઈને કહ્યું હતું.