1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 15 મે 2021 (23:21 IST)

Cyclone Tauktae: ગુજરાતની આ ટ્રેનો થઈ રદ્દ, ચક્રવાતી વાવાઝોડાને કારણે કર્યો નિર્ણય

હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડુ ટાઉતે (Cyclone Tauktae)ના 17 થી 18 મે ના રોજ ગુજરાત(Gujarat)માં તબાહી મચાવવાની શક્યતા બતાવી. પશ્ચિમી તટની તરફથી તેના આવવાની શકયતા છે. સાથે જ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર તટ પર એલરટ રજુ કરી દેવામાં આવ્યુ છે. 
 
આ સાઈક્લોન એલર્ટ પછી ઉત્તર પશ્ચિમ રેલવે તરફથી સુરક્ષાના હિસાબથી 3 ટ્રેનોની સેવાઓને 17, 18 અને 21 મે માટે રદ્દ કરવાનો નિર્ણ કર્યો છે.  ત્રણેય ટ્રેનો શરૂઆતથી રદ્દ રહેશે  આ ત્રણેય ટ્રેન ભુજ-બરેલી અને ઓખા-દેહરાદૂનની વચ્ચે સંચાલિત હોય છે. બીજી બાજુ બરેલી-ભુજ, દેહરાદૂન-ઓખા અને મુજફ્ફરપુર-પોરબંદર સ્પેશ્યલ ટ્રેનો પણ 16 અને 17 મે ના રોજ રદ્દ રહેશે. 
 
ઉત્તર પશ્ચિમ રેલવેના ઉપ મહાપ્રબંધક (સામનય) અને મુખ્ય જનસંપર્ક અધિકારી લેફ્ટિનેંટ શશિ કિરણના મુજબ ગુજરાતના દરિયાકિનારા ક્ષેત્રમાં સાઈક્લોનની ચેતાવણી આપવામાં આવી છે. આ કારણે આ બધી ટ્રેનોને શરૂઆતના સ્ટેશનથી રદ્દ કરવામાં આવી  રહી છે. 
 
રદ્દ રેલસેવાઓ (શરૂઆતના સ્ટેશનથી) 
 
1. ગાડી સં. 04322, ભુજ-બરેલી સ્પેશલ તારીખ 17.05.2021 ના રોજ રદ્દ રહેશે 
2 ગાડી સં  04312 ભુજ-બરેલી સપેશલ તારીખ 18.05.2021 ના રોજ રદ્દ રહેશે
3. ગાડી સં  09565, ઓખા-દેહરાદૂન સ્પેશ્યલ તારીખ 21.05.2021 ના રોજ રદ્દ રહેશે
4. ગાડી સં  04321,  બરેલી-ભુજ સ્પેશયલ તારીખ 16.05.2021 અને 17.05.2021 ના રોજ રદ્દ રહેશે
5. ગાડી સં 09566, દહેરાદૂન-ઓખા સ્પેશ્યલ તારીખ 16.05.2021 ના રોજ રદ્દ રહેશે
6. ગાડી સં 09270, મુજફફરનગર-પોરબંધર સ્પેશ્યલ તારીખ 16.05.2021 ના રોજ રદ્દ રહેશે
 
હવામાન વિભાગનુ માનીએ તો ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાં પણ તેની અસર રહેશે. જેના પર ચેતાવણી રજુ કરતા જણાવ્યુ કે 16 મે ના આસપાસ પૂર્વ મઘ્ય અરબ સાગરમાં તેની ગતિ તેજ થવાની શક્યતા છે. ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા જ નહી પણ ચક્રવાતી વાવાઝોડુ, કેરલ, કર્ણાટક અને લક્ષદ્વીપને પણ પ્રભાવિત કરી શકે છે.