દ્વારકા: 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત  
                                       
                  
				  				   
				   
                  				  
	છેલ્લા કેટલાક મહિનાઓથી નાની વયમાં હાર્ટ અટેકના મામલા દિવસો દિવસ વધતા જોવા મળી રહ્યા છે. યુવાનો તો ઠીક હવે તો બાળકોને પણ અટેક આવી રહ્યો છે. સૌથી દુખદ વાત તો એ છે કે હાર્ટ એટેક આવનાર વ્યક્તિ સારવાર મળતા પહેલા જ મોતને ભેટી પડે છે. કોઈ ડોક્ટર કે હોસ્પિટલ આ વાતને લઈને સાચુ કારણ આપતા નથી કે આને લઈને હજુ સુધી કોઈએ રિસર્ચ કરવાનુ શરૂ કર્યુ હોય એવુ પણ જાણવા મળ્યુ નથી.  આજે વધુ એક બનાવ ગુજરાતમાં સામે આવ્યો છે જ્યા 11 મહિનાના બાળકને અટેક આવતા તેનુ મોત થવાથી માતા-પિતા પર તો અચાનક આભ તૂટી પડ્યુ હોય એવી દશા થઈ છે. 
				  										
							
																							
									  
	 
	જિલ્લાના ભાણવડ નજીકના વિજયપુર ગામે 11 વર્ષના દુષ્યંત ઘનશ્યામભાઈ પીપરોતર નામના તરૂણનું મોત થયુ છે. સવારના પાંચ વાગ્યે પોતાના ઘરેથી ઉંઘમાં ઉઠીને પેશાબ કરવા ગયો હતો. ત્યારબાદ તે ઘરમાં પરત ફરી રહ્યો હતો અને અચાનક જ ફસડાઈ પડ્યો.  
				  
	 
	આ બનાવની પરિવારજનોને ખબર પડતા જ તેઓ તેને ભાણવડ ખાતે દવાખાને લઈ ગયા જ્યા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારે કલ્પાંત મચાવી દીધો. આ બાળક વિજયપુર ગામમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	નાની વયે હાર્ટ અટેકના મામલામાં જામનગરમાં 3 થી 4 કેસ આમે આવ્યા છે. દેવભૂમિ દ્વારકામા છેલ્લા બે ત્રણ મહિનાની આવા જુદા જુદા બનાવ સામે આવ્યા છે. પરંતુ આટલી નાની વયે બાળકનુ હાર્ટ અટેકથી મોત ખરેખર આપણા સૌ માટે વિચારવા જેવી વાત છે.