બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 ઑક્ટોબર 2021 (12:08 IST)

દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત, આપઘાત પાછળનું કારણ અકબંધ

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સામૂહિક આત્યહત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. એક પરિવારની ત્રણ મહિલાઓએ અગ્મય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે, દ્વારકાના ભાણવડમાં સામૂહિક આપઘાતઆ પરિવાર મૂળ જામનગરના શંકર ટેકરી વિસ્તારોનો રહેવાસી હોવાનું જણાઈ રહ્યં છે, થોડા દિવસ પહેલા જ આ પરિવાર દ્વારકાના ભાણવડ ખાતે સંબંધીને ત્યાં રહેવા માટે આવ્યો હતો જે બાદ અચાનક પરિવારની ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આપી પહોંચી છે અને ત્રણેય મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જોકે પોલીસને હજુ સુધી આપઘાત પાછળું કારણ જાણવા મળ્યું નથી ત્યારે પોલીસ દ્વારા પરિવારજનોની અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે,  

આ પરિવાર મૂળ જામનગરના શંકર ટેકરી વિસ્તારોનો રહેવાસી હોવાનું જણાઈ રહ્યા છે, થોડા દિવસ પહેલા જ આ પરિવાર દ્વારકાના ભાણવડ ખાતે સંબંધીને ત્યાં રહેવા માટે આવ્યો હતો જે બાદ અચાનક પરિવારની ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. 
 
સંબંધીને ત્યાં આવેલા દીકરી-માતા અને દાદીએ એક સાથે આપઘાત કરી લેતા ખળભળાટ
મહિલાઓએ ઝેરી દવા પી લેતા 3 ના મોત થયા છે. ગાયત્રી નગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી, માતા અને દાદીએ સજોડે આપઘાત કર્યો છે. મૂળ જામનગરના રહેવાસી ભાણવડ આવ્યા હતા. અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું છે. 
 
1- સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ ઉ. 18
2- જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ, ઉ. 63 
3- નૂરજાબાનું નૂરમામદ  શેખ, ઉ. 42